NRC અને NPR અંગે આટલું જાણશો તો ભરમાશો નહીં, જાણો આખી આંટીઘૂંટી વિશે

હાલમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC)ને લઈને ભારે ઉહાપોહ ચાલી રહ્યો છે. આસામમાંથી 19 લાખ લોકોએ ભારતીય નાગરિકતા ગૂમાવવાનો વારો આવ્યો છે ત્યારે NRCના કાયદા અંગે કેટલીક પાયાની જોગવાઈ વિશે જાણકારી મેળવવાની રહે છે.

  • 26-1-1950થી 30-6-1987 વચ્ચે જન્મેલા નાગરિકને ભારતીય નાગરિક ધારા-1955ની કલમ-3 પ્રમાણે  તમામને નાગરિકતા મળી શકે છે.
  • 1-7-1987થી 2-12-2004 વચ્ચે જન્મેલા અને 1987ના સુધારા મુજબ ભારતમાં જન્મ અને માતા કે પિતામાંથી કોઈ એક ભારતીય હોય તો જ નાગરિકતા મેળવવાના અધિકારો મળે છે.
  • 3-12-2004થી અત્યાર સુધી 2003ના સુધારા મુજબ જન્મ ભારતમાં અને માતા-પિતા બન્ને ભારતીય હોય તો જ નાગિરકતા મળે છે અથવા તો એક ભારતીય અને બીજો ગેરકાયદે વસવાટ એટલે ઈલ-લીગલ માઈગ્રન્ટ) ધરાવતો ન હોય તો નાગરિકતા મેળવવાનો અધિકારી બની શકે છે.

હવે NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર) વિશે જાણો…

  • 2003થી નવી લોકસભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્વારા NPR જાહેર કરાયું
  • કામગીરીને 1-4-2020થી 30-9-2020 સુધીમાં પૂર્ણ કરવાનું જાહેરનામું
  • બાયોમેટ્રીક ડેટા અને ડેમોગ્રાફી ડેટા એમ બન્ને કલેક્ટ કરવામાં આવશે.
  • NPR એ NRC નથી. NPR આખા દેશ માટે છે. કોઈ એક રાજ્ય માટે નથી.
  • આના થકી વ્યક્તિનું લોકેશન(રહેઠાણ) જાણવાનો હેતુ છે કે હાલ જે તે વ્યક્તિ ક્યાં છે. 6 માસથી વધુ સમય કોઈ એક જગ્યાએ રહો તો ત્યાંનું સ્થળ બતાવવાનું રહેશે.
  • NRC નાગરિકતા સાથે સંકળાયલું છે. જ્યારે હાલમાં સમગ્ર દેશમાં માત્ર NPR બનાવવાનો છે. હાલ ફક્ત આસામમાં જ NRC અમલમાં છે.
  • પાસપોર્ટ, રેશનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, પાનકાર્ડ, સરકારી ઓળખપત્ર,જન્મ પ્રમાણપત્ર વગેરેથી NPRમાં નામ નોંધાવી શકાશે.
  • 1-4-2020 પહેલાં ઉપર જણાવેલા પુરાવા હાથવગા કરી લેવાની જરૂર છે.

NRC(નેશનલ રજિસ્ટર ફોર સિટીઝનશીપ)

  • ભવિષ્યમાં NRCની જોગવાઈ આખા દેશ માટે લાગુ કરાશે તો તમામ ભારતીય નાગરિકો માટે રેકોર્ડ 1-7-1987 (30-6-1987ની મધ્યરાત્રી એટેલે 12.00 ક્લાકથી) રહેશે. આમાં આસામ અપવાદરૂપ છે. આસામમાં આ તારીખ 24-3-1971 છે.
  • આ ઉપરાંત જ્યારે સમગ્ર દેશમાં NRC લાગુ થશે ત્યારે કેવાં પ્રકારના પુરાવા માન્ય રહેશે એ બાબત તે જ વખતે નક્કી કરી જાહેર કરવામાં આવશે. આનો હેતુ ભારતીય નાગરિકોની ઓળખ માટે આધાર પુરો પાડવાનો છે. તેથી હાલ બિનજરૂરી ભ્રમ અને ચિંતા અને ભયમાં મૂકાવાની જરૂર નથી.
  • જો કોઈ પાસે પુરતા પુરવા ન હોય તો તે અકત્ર કરવાના અથવા તો મેળવવાના રહે છે. આ આ ઉપરાંત દરેક મહોલ્લામા એનજીઓ, સમિતીઓ, સંસ્થાઓ અને મંડળીઓએ લોકોમાં જાગૃતિ લાવી સાચી સમજ આપવાની પણ જરૂર છે જેથી કરીને લેભાગુ તત્વો લોકોની પાસેથી રૂપિયા ઉસેટી ન લે.