ભારતના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ઈજા બાદ તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ, મુંબઈના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળ્યું છે. બીસીસીઆઈએ શનિવારે ટવિટ કરીને આ વિશે માહિતી આપી હતી. બીસીસીઆઈએ વનડે માટે ટીમની ઘોષણા કરી છે.
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘ભુવનેશ્વર કુમારે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ દરમિયાન જમણા કમરના દુખાવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમને ભૂનેશ્વરમાં ના હર્નીયાના લક્ષણો ફરીથી જોવા મળ્યા હતા. ઈજાગ્રસ્ત ભુવીની જગ્યાએ શાર્દુલને વનડે શ્રેણીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
શાર્દુલ બાંગ્લાદેશ સામેની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં હતો અને ગુરુવાર સુધીમાં તેણે વડોદરા સામેની રણજી મેચમાં મુંબઇનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે ભુવનેશ્વરની ઈજા વિશે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેને સ્નાયુઓની તકલીફ છે.
ઈજાથી પરત ફર્યા બાદ ભુવનેશ્વર વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં પોતાની નિષ્ફળ ગયો હતો. તેણે પ્રથમ બે મેચમાં કોઈ વિકેટ લીધા વિના 36–36 રન આપી દીધા હતા. જ્યારે ત્રીજી ટી -20માં તેણે ચાર ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. વન ડે સિરીઝની પહેલી મેચ ચેન્નઇમાં 15 ડિસેમ્બરે રમાશે.
ત્રણ વનડે માટેની ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા.કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે,ઋષભ પંત (વિકેટ કિપર), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી , શાર્દુલ ઠાકુર