“હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી તો કોઈ સંજોગોમાં નહીં માંગું”

નવી દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધી ખાસ્સા આક્રમક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર અને અમિત શાહ પર આકર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કે હું રાહુલ સાવરકર નથી પણ રાહુલ ગાંધી છું. ભાજપની માફીની માંગણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માફી નહીં માંગુ, માફી તો દેશની બરબાદી માટે પીએમ મોદી અને અમિત શાહે માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ જુસ્સાભેર પ્રવચન કરતા કહ્યું હતું કે, જે કામ દેશના દુશ્મનો નથી કરી શક્યા તે કામ મોદી સરકારે કર્યું છે અને દેશની અર્થવ્યવસ્થા ખોખલી કરી નાંખી છે. લોકોના નાણા બે-ત્રણ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે. અદાણી-અંબાણીને લાભ અપાયો છે. અદાણીને રૃપિયા એક લાખ કરોડના 50 કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. અડધી રાતે ગબ્બરસિંહ ટેક્સ નાંખીને દેશને બરબાદ કરી નાંખ્યો છે. નોટબંધીએ દેશના ધંધા ઉદ્યોગને ઠપ્પ કરી દીધા છે. બેરોજગારી વધી રહી છે અને જીડીપી 9 ટકામાંથી ૪ ટકાએ પહોંચી છે. કોંગ્રેસ ડરશે નહીં, બબ્બરશર છીએ. દેશને બરબાદ થવા નહીં દઈએ. તેમને કહ્યું કે હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું. કોઈપણ સંજોગોમાં માફી નહીં માગુ.