181 અભયમ: વાંકાનેરમાં ચાર માસની બાળકી અને માતાનું આ રીતે થયું મિલન, જાણો આખો કિસ્સો

વાંકાનેર પંથકમાં એક મહિલા મળી આવતા 181 ટીમ દોડી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેનr ચાર મહિનાની બાળકીનું પુનઃ મિલન કરાવ્યું હતું.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં એક મહિલાને ઘરેથી કાઢી મુકવામાં આવી હોય અને મહિલા રખડતી ભટકતી હાલતમાં જોવા મળી હતી.

આ અંગે મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર ભટ્ટી પીન્કી, કોન્સ્ટેબલ રુપલ છૈયા અને પાયલોટ દેવજીભાઈની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને મારપીટ કરીને ઘરેથી કાઢી મૂકવામાં આવી હોવાથી મહિલા અને તેની ચાર માસની બાળકી સાથે પરિવારનું મિલન કરાવવાનું બીડું ઝડપવામાં આવ્યું હતું. આમતેમ ભટકતી મહિલા ખાસ્સી ચિંતાતૂર હતી.

આ મહિલાનું 181 ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને પરિવારની તમામ વિગતો મેળવીને મહિલાને સમજાવી હતી. આ ઉપરાંત કાયદાકીય માહિતી આપીને મહિલાના ઘરે પહોંચીને બાળકી પરત અપાવી હતી તેમજ બંનેની સમજાવટ કરતા સમાધાન થયું હતું.