ગૃહ વપરાશની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. ડૂંગળી-ડાંગળાના ભાવ સાતમા આસમાને છે. શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે ત્યારે દૂધના ભાવમાં તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કારમો વધારો કરી દીધો છે. અમૂલની સાથો સાથ મધર ડેરી પણ પાછી નથી. મધર ડેરીએ પણ દુધના ભાવમાં વધારો કરી નાંખ્યો છે અને લોકો આ ભાવ વધારા સામે ચૂપ છે.
અમૂલે ડેરીએ અમૂલ ગોલ્ડ અને અમૂલ તાઝાના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. પ્રતિ લીટર પ્રમાણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં રવિવારે જાહેર કરેલા ભાવ લાગુ કરવામાં આવશે. જ્યારે મધર ડેરીએ દિલ્હી એનસીઆરમાં પ્રતિ લીટર દૂધના ભાવમાં ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. અમૂલ શક્તિના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મધર ડેરીના બુલ્ક મિલ્ડેડ(ટોકેન મિલ્ક) પહેલેથી જ 40 રૂપિયા પ્રતિ લીટર હતું તે હવે વધીને 42 રૂપિયા થઈ ગયું છે. જ્યારે ફૂલ ક્રીમ મિલ્ક પહેલાં 53 રૂપિયા હતું તે હવે વધીને 55 રૂપિયા થઈ ગયું છે.