ત્યારે PM મોદીએ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું, રાહુલ ગાંધીએ વીડિયો કર્યો ટવિટ, સાંભળો શું કહ્યું હતું?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ‘રેપ ઈન ઈન્ડિયા’ અંગેના નિવેદનને લઈને લોકસભામાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના તમામ મહિલા સાંસદ રાહુલ ગાંધીની માફીની માંગ કરી રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસે પણ આ અંગે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે એક વીડિયો ટવિટ કર્યો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને ‘રેપ કેપિટલ’ કહી રહ્યા છે. રાહુલ ઉપરાંત રણદીપ સુરજેવાલાએ પણ આ વીડિયોને ટવિટ કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના ટવિટમાં લખ્યું છે કે ‘મોદીએ માફી માંગવી જોઈએ. ઉત્તર-પૂર્વમાં આગ લગાડવા, અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા અને આ ભાષણ માટે .. ‘ટવિટ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ તેમના નિવેદન માટે માફી માંગશે નહીં.

રણદીપ સુરજેવાલાએ તેમના ટવિટર પર લખ્યું, ‘મોદીજી, તમે દેશમાં ફેલાયેલી અંધાધૂંધીથી ધ્યાન હટાવવા માટે સંસદને ખુદ ચાલવા દેતા નથી. જાણી લો, દેશની દિકરીઓ રેપ અને મનમાની વિરુદ્વ નિર્ણાયક કાર્યવાહી ચાહે છે.

રણદીપ સુરજેવાલાએ પીએમ મોદીનો જૂનો વીડિયો ટવિટ કર્યો છે. તેમાં તેણે કહ્યું છે કે, “બળાત્કારની ઘટનાઓના સમાચાર દિલ્હીથી આવે છે, દિલ્હીને રેપ કેપિટલ બનાવી દેવામાં આવ્યું છે.” દિલ્હીને જે રીતે રેપ કેપિટલ બનાવવામાં આવ્યું છે તેના કારણે સમગ્ર વિશ્વમાં ભારતનું અપમાન થઈ રહ્યું છે. માતા અને બહેનોની સુરક્ષા માટે તમારી પાસે કોઈ યોજના નથી, કે તમારી પાસે કંઇ નથી અને ન તો તમે તેના માટે કંઇ કરી રહ્યા છો. ‘

નોંધપાત્ર વાત એ છે કે ઝારખંડની એક રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરકારની મેક ઈન ઈન્ડિયાની સરખામણી રેપ ઈન ઈન્ડીયાથી સાથે કરી હતી. આને લઈને આ અંગે શુક્રવારે લોકસભામાં હંગામો થયો હતો. સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં ભાજપના મહિલા સાંસદોએ ગૃહમાં રાહુલ ગાંધીની માફીની માંગ કરી હતીત અને કહ્યું કે તેમને દંડ કરવામાં આવવું જોઈએ.