ગુજરાતમાં દારુબંધીના ધજાગરા ઉડાવતા ભાજપના લોકો, ભરૂચના કમલેશ મોદીનો દારુ વીડિયો વાયરલ

ભરૂચ શહેરના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય અને હોદ્દેદાર એવા કમલેશ મોદીનો ટિકટોક પર દારૂની બોટલ સાથે વીડિયો વાયરલ થયો છે સમગ્ર ભરૂચ શહેરમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બનું છે. ગુજરાતમાં દારૂબંધીની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહ્યા છે.

ખુલ્લેઆમ ગુજરાત રાજ્યના ભરૂચ શહેરમાં દારૂબંધી હોવા છતાં દારૂની પેકિંગ બોટલનું બોક્સ બતાવી પોતે દારૂપીતો હોવાનું કહી કોઈ તેને હાથ લગાવી શકે નહીં તેમ કહી પોલીસ , પ્રશાસનને ચેલેન્જ આપી રહ્યો છે. શું ભાજપના રાજમાં ભાજપના પદાધિકારીઓ જ કાયદાને ચેલેન્જ કરી રહ્યા છે. શું પોલીસ પ્રશાસન આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને જાહેરમાં દારૂબંધીનાં કાયદાનું ઉલ્લંઘન કરતા ભાજપના પદાધિકારી ઉપર પગલાં લેતા ગભરાય છે ? કે પછી આવા લોકો ઉપર કાયદાની કલમ મુજબ પગલાં લેશે ? શું નશાબંધી ખાતાએ દારૂની પરમીટ આપી છે ?
જો પરમીટ આપી હોય તો તે દારૂનો જાહેરમાં પ્રચાર કરી શકે છે?

આવો ચર્ચાસ્પદ વાયરલ વીડિયો ક્યા સ્થળે બનાવવામાં આવ્યો છે તેઆ દેશી બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને આ બોટલનો પ્રચાર કરતો વીડિયો ગુજરાતમાં બનાવ્યો છે કે ગુજરાતની બહાર જેવા પ્રશ્નો ની તપાસ થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આવા ટિકટોક વીડિયો યુવાનો ખૂબ મજા માણી જોતા હોય છે તો તેમના ઉપર આ દારૂ ના વીડિયોની કેવી માનસિક અસર થતી હશે અને શક્ય છે આનું કોઈ અનુકરણ કરે તો યુવા ધન ખોટા માર્ગે ચઢી શકે છે…શું પોલીસ જિલ્લા અને પોલીસ વડા આ વાયરલ વીડિયો બાબતે જાહેરહિતમાં યોગ્ય તપાસ કરી ચર્ચાનો અંત લાવશે ?