અયોધ્યા કેસ: તમામ 18 રિવ્યુ પીટીશન ફગાવતી સુપ્રીમ કોર્ટ

અયોધ્યા કેસના ચૂકાદા બાદ સુપ્રીમ કોર્ટમા રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રિવ્યુ પીટીશનને ફગાવી દીધી હતી અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર ફાઈનલ મહોર મારી હતી.

આ અગાઉ તત્કાલીન ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની  સુપ્રીમ કોર્ટની બેન્ચે વિવાદાસ્પદ જમીન પર રામ મંદિરનું નિર્માણ કરવાનો ચૂકાદો આપ્યો હતો અને મુસ્લિમ પક્ષકારોને પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશને પડકારતી રિવ્યુ પીટીશન કરવામાં આવી હતી. રિવ્યુ પીટીશનમાં કુલ 18 અરજી કરવામાં આવી હતી.

બંધ ચેમ્બરમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 18 અરજીઓની સુનાવણી કરી અને તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ કેસમાં પક્ષકારો દ્વારા 9 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય અરજદારોએ નવ અરજી કરી હતી.

પીટીશનની યોગ્યતા પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ અગાઉ નિર્મોહી અખાડાએ રિવ્યુ પિટિશન ફાઇલ કરવાનું પણ નક્કી કર્યું હતું. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમના નિર્ણયના એક મહિના પછી પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. કોર્ટે આ મામલે સ્પષ્ટ આદેશ આપવો જોઈએ. પરંતુ હવે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

ચીફ જસ્ટીસ એસએ બોબડે સાથે જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ એસ.અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાએ સુનાવણી કરી હતી. જ્યારે આ બેન્ચમાં જસ્ટીસ સંજીવ ખન્ના નવા ચહેરા તરીકે હાજર રહ્યા છે. પ્રથમ બેંચના અધ્યક્ષ એવા તત્કાલીન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ નિવૃત્ત થયા છે. સંજીવ ખન્નાએ તેમની જગ્યા લીધી છે. સર્વોચ્ચ અદાલતે 9 નવેમ્બરના રોજ અયોધ્યા જમીન વિવાદ મામલામાં ચુકાદો આપ્યો હતો. અદાલતે રામલલ્લા એટલે કે રામ મંદિર બનાવવા માટે વિવાદિત જમીન આપવાનો નિર્ણય લીધો હતો.

આ રિપ્રેઝેન્ટીટવ સ્યૂટ એટલે કે પ્રતિનિધિઓ દ્વારા લડાતી અરજીનો મામલો હતો. સીપીસીના સિવિલ અથવા સિવિલ કોડ કોડ હેઠળની કોઈપણ સમીક્ષા અરજી દાખલ કરી શકે છે. ફૈઝાબાદ કોર્ટના 1962ના આદેશ અનુસાર, કોઈપણ નાગરિક સીપીસીના આદેશ 1 નિયમ 8 હેઠળ પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે.

સુનાવણીના એક દિવસ પહેલા જ નિર્મોહી અખાડો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અખાડાએ અરજીમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના પોતાના નિર્ણયમાં કેન્દ્રને રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટમાં પૂરતું પ્રતિનિધત્વ આપવાનો નિર્દેશ આપ્યો હતો.

તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બેંચે સર્વસંમતિથી સમગ્ર 2.77 એકર વિવાદિત જમીન રામલલ્લાને આપી હતી. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે કેન્દ્રને યુપી સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડને 5 એકરનો પ્લોટ ફાળવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 18 અરજીઓમાંથી 5 એવી છે કે જેને ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી) દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. આ અરજીઓ મુફ્તી હસબુલ્લાહ, મૌલાના મહફુઝુર રહેમાન, મિસ્બાહુદ્દીન, મોહમ્મદ ઓમર અને હાજી મહબૂબ વતી વરિષ્ઠ વકીલો રાજીવ ધવન અને ઝફરયાબ જીલાનીએ દાખલ કરી હતી.