હવે પછી મોદી સરકાર કરી શકે છે આ બે મોટા નિર્ણયો, એજન્ડામાં છે કોમન સિવિલ કોડ અને વસ્તી નિયંત્રણ

મોદી સરકારે ત્રણ મહત્વના નિર્ણયો સંસદમાં પાસ કરી દીધા છે. ટ્રીલ તલાકનું બિલ મુસ્લિમ સંબંધિત હતું. કાશ્મીરનો ઈશ્યુ પણ મુસ્લિમ સંબંધિત હતો અને હવે નાગરિકતા બિલ પણ આડકતરી રીતે મુસ્લિમ સંબંધિત હતું. આ ત્રણેય બિલો પાસ કર્યા બાદ ફરી એક વાર મોદી સરકાર મુસ્લિમોને સીધી રીતે સંબંધિત એવા કોમન સિવલ કોડ અને વસ્તી નિયંત્રણના કાયદામાં ઘરમૂળથી ફેરફાર કરી શકે છે એવા વર્તારા જોવા મળી રહ્યા છે.

ભાજપે 2019ની ચૂંટણીના ઢંઢેરામાં રજૂ કરેલા સંકલ્પ પત્રમાં જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા, નાગરિકતા સંશોધન કાયદો અને એક સાથે ત્રણ તલાક પર પ્રતિબંધ મૂકવાનો કાયદો લાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વર્ષોથી આરએસએસ દ્વ્રારા દેશમાં કોમન સિવિલ કોડ અને વસ્તી નિયંત્રણનો કાયદો ઘડવાની માંગ કરવામાં આવી રહી છે. આ સાથે જ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો મુદ્દો પણ સંઘ અને ભાજપના એજન્ડામાં સામેલ છે.

માનવામા આવે છે કે હવે પછી મોદી સરકારે કોમન સિવિલ કોડ અને વસ્તી નિયંત્રણના કાયદા માટે આગળ વધી શકે છે. માત્ર સાત મહિનામાં જ મોદી સરકારે ત્રણ મોટા નિર્ણયો કરી દીધા છે. આ ઉપરાંત રામ મંદિર અંગેનો પણ ચૂકાદો મોદી શાસનમાં આવી ગયો છે. આ ઐતિહાસિક નિર્ણયો બાદ લોકો ચર્ચા કરી રહ્યા છે કે મોદી સરકારનો હવે પછીનો ટારગેટ કોમન સિવિલ કોડ અને વસ્તી નિયંત્રણ માટેના કાયદાનો હશે.