રેપ કેસોની ઝડપી સુનાવણી માટે કાયદ મંત્રી રવિશંકર પ્રસાદે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને લખ્યો પત્ર

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી જણાવ્યું છે કે આશા છે બળાત્કારના કેસોની ટ્રાયલ બે મહિનામાં પૂર્ણ કરવામાં આવએ અને 6 મહિનાની અંદર અપીલ કરવામાં આવે. ખાસ કરીને ક્રીમીનલ લો(અમેન્ડમેન્ટ)અનુસાર રેપના કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે અત્યંત ક્રુર ગુનાનો ભોગ બનનારી માતા-બહેનો અને તેમના કુંટુંબીજનોની  સાથે હર પળે ઉભા છીએ. કેન્દ્ર સરકાર મહિલાઓ અને બાળકોની સલામતી માટે દરેક પ્રકારની મદદ કરવા માટે હંમેશા તત્પર છે.