ગોધરાના કોમી રમખાણોમાં PM મોદીને ક્લિનચીટ આપતું નાણાવટી કમિશન, સંજીવ ભટ્ટની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

2002ના ગુજરાત રમખાણો અંગે રચાયેલા ન્યાયમૂર્તિ જી.ટી. નાણાવટી કમિશન નો અહેવાલ આજે ગુજરાત વિધાનસભા સમક્ષ મુકવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહે કહ્યું કે નાણાવટી કમિશને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી છે. નાણાવટી કમિશને પોતાના અહેવાલમાં કહ્યું હતું કે તત્કાલીન મંત્રીઓ હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટની ભૂમિકા સ્પષ્ટ નથી. અહેવાલમાં શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહે કહ્યું, ‘નરેન્દ્ર મોદી પર આરોપ હતો કે તેઓ કોઈ પણ જાણકારી વિના ગોધરા ગયા હતા. કમિશને આ આરોપને ફગાવી દીધો છે. બધી સરકારી એજન્સીઓને આની જાણકારી હતી. ગોધરા રેલ્વે સ્ટેશન પર જ તમામ 59 કાર સેવકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે કમિશને કહ્યું કે પોસ્ટમોર્ટમ મુખ્યમંત્રીના આદેશથી નહીં પરંતુ અધિકારીઓના આદેશથી કરવામાં આવ્યું હતું.

અહેવાલમાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કોઈ જાણકારી વિના ગોધરા ગયા હતા. કમિશને આ આરોપને ફગાવી દીધો છે. બધી સરકારી એજન્સીઓને આની જાણકારી હતી.

ગોધરા સ્ટેશન પર તમામ 59 કારસેવકના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. કમિશનનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ ત્યાં હાજર અધિકારીઓના આદેશથી કરવામાં આવ્યું હતું, મુખ્યમંત્રીના આદેશ પર નહીં. સંજીવ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે હિન્દુઓને તેમનો રોષ ઠાલવવાની છૂટ આપવામાં આવી હતી. કમિશને કહે છે કે આ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા આવા કોઈ આદેશો આપવામાં આવ્યા ન હતા. સરકારે કોઈ બંધનું એલાન આપ્યું ન હતું.

ગોધરા સ્ટેશન પર 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી. તેમાં 59 લોકોનાં મોત નીપજ્યાં. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટ્યા હતા. ગોધરા ટ્રેનની આગમાં માર્યા ગયેલા મોટાભાગના લોકો કાર સેવકો હતા જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. આ મામલાની તપાસ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા નાણાવટી કમિશને પોતાના તપાસ અહેવાલમાં કહ્યું હતું કે એસ–કોચમાં લાગેલી આગ કોઈ અકસ્માત ન હતી, પરંતુ કોચમાં આગ લગાવવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે 2002ના રમખાણોમાં ગુજરાત પોલીસ પર આ કેસમાં નિષ્ક્રીય હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા ગુમ થયા હતા. એવો આક્ષેપ કરવામાં આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનીઓને રોકવા માટે જરૂરી કાર્યવાહી કરી ન હતી. તેમણે પોલીસને તોફાનીઓ સામે કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો. બાદમાં, કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા રમખાણોની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેણે પોતાના અહેવાલમાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી.

માર્ચ,2011ના રોજ ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં 31 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 63ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે 11 લોકોને ફાંસીની સજા અને 20 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે.