“ઘાયલ” ફિલ્મના ડાયરેક્ટર રાજકુમર સંતોષીની મુશ્કેલીઓમાં વધારો, જામનરની કોર્ટે ફગાવી છે અરજી, જાણો આખો મામલો

હિન્દી ફિલ્મ જગતમાં ઘાયલ અને દામિની જેવી ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીની મુશ્કેલીઓમાં વધારો થાય તેવા ન્યૂઝ મળી રહ્યા છે. રાજકુમાર સંતોષી વિરુદ્વની અરજીઓ અદાલતે ફગાવી દેતા તેમની સામે કાયદાકીય ગાળીયો વધુ મજબૂત બની રહેલો જો મળી રહ્યો છે. રાજકુમાર સંતોષી ઘાયલ, દામિની ઉપરાંત અંદાઝ અપના-અપના, લજ્જા જેવી ફિલ્મો પણ બનાવી છે.

જામનગરના બિઝનેસમેન દ્વારા રાજકુમાર સંતોષી વિરુદ્વ ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 10 લાખ રૂપિયાના 10 ચેક રિટર્ન થતાં રાજકુમાર સંતોષીએ કોર્ટમાં કેસને ડીસમીસ કરવાની અરજી દાખલ કરી હતી. બિઝનેસમેન દ્વારા 10 ચેક રિટર્ન થવાના 10 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીની અરજીને ફગાવી દીધી છે.

આ કેસમાં રાજકુમાર સંતોષી દ્વારા કેસ મુંબઈમાં ચલાવવામાં આવે તેવી અગાઉ માંગ કરવામાં આવી હતી પરંતુ જામનગર કોર્ટ સંતોષીને આ અરજી પણ અગાઉ ફગાવ દઈ કેસ જામનગર કોર્ટમાં ચલાવવામાં આવશે તેવો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ રાજકુમાર સંતોષી કોર્ટમાં હાજર ન રહેતા સમન્સ કાઢવામાં આવ્યું અને સંતોષીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું.

ફરિયાદી બિઝનેસમેન વતી એડવોકેટ પિયુષ ભોજાણી, ભાવીન ભોજાણી, ભાવીન રાજદેવ, કિશોર ભટ્ટ, ચિરાગ કણઝારીયા, સચીન જોશી, હુસેન ખીરા, હેમલ વાઘાણી કોર્ટમાં દલીલો કરી રહ્યા છે.