શું નવા વર્ષમાં 2000ની નોટ બંધ થઈ જશે? અનુરાગ ઠાકુરે સંસદમાં આપ્યું મોટું નિવેદન, જાણો શું થશે?

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે કે 31 ડિસેમ્બર પછી 2000 રૂપિયાની નોટો બંધ થવાની છે. આ સમાચાર એવા છે કે જે સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. લોકો સમાચારોનું સત્ય જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર રૂપિયાની નોટો બંધ થઈ જશે અને ત્યારબાદ 1000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાં રોકવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે નોટબંદીની જાહેરાત કરી હતી. આ પછી 500 અને 1000 રૂપિયાની નોટો ગેરકાયદેસર બની હતી. રોકડની અછતને ઘટાડવા માટે સરકારે 2000ની નોટ બહાર પાડી હતી.

તો પછી શું 2000 રૂપિયાની નોટો ખરેખર બંધ થઈ રહી છે? આ મામલો સંસદમાં પહોંચ્યો અને અંતે સરકારે તેનો ખુલાસો કરવો પડ્યો. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં કહ્યું કે 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ ઇરાદો નથી.

અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા મેસેજને અફવા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં જે રીતે 2000 રૂપિયાની નોટો બજારમાં ચાલી રહી છે, તે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 2000 રૂપિયાની નોટ બંધ કરવાની હાલ કોઈ જરૂર નથી.

અનુરાગ ઠાકુરના નિવેદનથી સ્પષ્ટ થાય છે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે 31મી ડિસેમ્બર- 2019થી 2 હજાર રૂપિયાની નોટો બંધ કરવામાં આવી રહી છે તે મેસેજ માત્ર અફવા જ છે અને બીજું કશું પણ નથી. હોવાના દાવા, તે માત્ર એક અફવા છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં 2000 રૂપિયાની નોટ બંધ થવાની નથી,  તેમદ એક હજાર રૂપિયાની નોટ માર્કેટમાં ફરીથી ચાલુ કરવામાં આવનાર નથી.

આ સિવાય કરન્સી સર્ક્યુલેશનના પ્રશ્ને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદને જણાવ્યું કે માર્ચ, 2019 સુધીમાં કરન્સીનું સર્ક્યુલેશન 21 લાખ કરોડને પાર કરી ગયું છે. આ પહેલા માર્ચ 2018માં આ આંકડો આશરે 18 લાખ કરોડનો હતો. જ્યારે માર્ચ 2017માં કરન્સીનું સર્ક્યુલેશન લગભગ 13 લાખ કરોડ હતું અને માર્ચ 2016માં લગભગ 16.41 લાખ કરોડ હતું.

મતલબ કે નોટબંધીના ત્રણ વર્ષમાં જ કરન્સી સર્ક્યુલેશનમાં 8 લાખ કરોડનો વધારો થયો છે. આ વર્ષે માર્ચ સુધીમાં કરન્સી સર્ક્યુલેશનનો આ આંકડો ડિમોનેટાઇઝેશન પહેલાં એટલે કે માર્ચ 2016 કરતાં પણ વધારે છે.