SC-ST અનામત 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી, હવે એંગ્લો ઈન્ડીયન ક્વોટામાંથી નહીં બનશે સાંસદ

126મા બંધારણીય સુધારા બિલને લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ ખરડો રજૂ કર્યો હતો. રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું કે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં 296 એંગ્લો ઈન્ડિયન છે. તેમણે કહ્યું કે એંગ્લો ઈન્ડિયન્સ માટે પણ જોગવાઈ છે, પરંતુ આજે આ બિલમાં તે રજૂ કરવામાં આવી નથી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓને અપાયેલી અનામતને 10 વર્ષ માટે વધારવાની જોગવાઈમાં બિલમાં કરવામાં આવી છે. એંગ્લો-ઈન્ડીયન, એસસી, એસટી માટેનું અનામત 25 જાન્યુઆરી 2020ના રોજ સમાપ્ત થાય છે. આગામી દસ વર્ષ માટે એટલે કે આ બિલ 25 જાન્યુઆરી 2030 સુધી અનામત બેઠકો રાખવાની આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત  સંસદમાં એંગ્લો ભારતીય ક્વોટાને ખતમ કરવાની જોગવાઈ છે.