લોકસભામાં જે થયું તે ભૂલી જાઓઃ સંજય રાઉત

સિટીઝન શીપ એમેન્ડમેન્ટ બીલ એટલે કે ‘કેબ’અંગે શિવસેનાના નેતા સંજય રાઉતનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે, સંજય રાઉતે કહ્યું છે કે લોકસભામાં જે થયું, તે ભૂલી જાઓ, આનો મતલબ એવો થાય કે આવતીકાલે શિવસેના રાજ્યસભામાં બિલની વિરૃદ્ધમાં મતદાન કરી શકે છે. જ્યારે લોકસભામાં શિવસેનાએ બીલની તરફેણ કરી હતી, આવું થશે તો મોદી સરકારને બિલ પાસ કરાવવામાં રાજ્યસભામાં ફાંફા પડશે, કારણકે જે.ડી.યુ.માં પણ આ મુદ્દે મતભેદ સર્જાયા છે.