ફરી ઈતિહાસ રચાશે: નવ વિદેશી ઉપગ્રહો સાથે ઈસરો આવતીકાલે લોન્ચ કરશે રક્ષા સેટેલાઈટ

ઈસરો દ્વારા નવ વિદેશી ઉપગ્રહો સાથે રક્ષા સેટેલાઈટ આવતીકાલે અંતરિક્ષમાં લોન્ચ કરશે. આ રક્ષા સેટેલાઈટના કારણે ભારતની રડાર ક્ષમતા અનેકગણી વધી જશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરો આવતીકાલે એટલે કે 11 ડિસેમ્બર-2019 ના બપોરે 3.25 વાગ્યે બીજો શક્તિશાળી ઈમેજિંગ ઉપગ્રહ છોડશે. તેનું નામ રીસેટ-2 બીબી-1 છે. તે અંતરિક્ષમાં પહોંચ્યા પછી ભારતની રડાર ઈમેજિંગની શક્તિ અનેકગણી વધારશે. તેના કારણે દુશ્મનો પર નજર રાખવી પણ સરળ થઈ જશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરમાં લોકોને આ લોન્ચિંગ બતાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી પ્રેક્ષકો સેટેલાઈટ લોન્ચ થતો જોઈ શકશે. તેનું નામ રીસેટ-2 બીઆર-1 આરઆઈએસએટી-2-બીઆરઆઈછે. તેના અંતરિક્ષમાં આવ્યા પછી ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં અનેકગણો વધારો થઈ શકશે. આ સાથે જ દુશ્મનો પર નજર રાખવાનું કામ પણ સરળ બનશે. મુંબઈ હુમલા સમયે આતંક વિરોધી કામમાં પણ તેનો ઉપયોગ થતો હતો.