આ કારણોસર અમેરિકાએ આપી અમિત શાહ પર પ્રતિબંધ મુકવાની ધમકી

ભારે ધમાચકડી થયા બાદ અંતે લોકસભામાં અત્યંત વિવાદાસ્પદ બનેલા નાગરિકતા ખરડાને પસાર કરવામાં આવ્યું હતું. આ ખરડાની સામે દેશના અનેક વૈજ્ઞાનિકોને અને સ્કોલર દ્વારા વિરોધ દશાર્વવામાં આવ્યો છે એ જ રીતે અમેરિકી આંતરરાષ્ટ્રીય ધામિર્ક સ્વતંત્રતા કમિશન દ્વારા પણ આ ખરડાની સામે જબરો વિરોધ દશાર્વવામાં આવ્યો છે અને આ પંચે એવી ચીમકી પણ આપી છે કે જો આ નાગરિકતા સુધારા ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર થઇ જાય તો કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સામે અમેરિકન નિયંત્રણો લાદવામાં આવશે.

અમેરિકાના ફેડરલ કમિશન દ્વારા નાગરીકતા ખરડાને મોદી સરકાર દ્વારા ખોટા રસ્તા પર લેવામાં આવેલ ખતરનાક વળાંક તરીકે દશાર્વવામાં આવ્યું છે અને જબરો વિરોધ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય ધામિર્ક સ્વતંત્રતા કમિશનને ફેડરલ પંચ કહેવામાં આવે છે અને તે ધામિર્ક સ્વતંત્રતા ના મામલાઆે ને હાથ પર લે છે અને તેણે નાગરિકતા બિલને ખતરનાક વળાંક તરીકે દશાર્વી ને અમિત શાહ સામે નિયંત્રણોની ધમકી આપી દીધી છે ત્યારે આ મુદ્દાે હવે આંતરરાષ્ટ્રીય લેવલે પણ ભારે જલદ બની ગયો છે.
આ બિલ મુજબ અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ત્રાસ અને અત્યાચાર સહન કરનારા લોકોને ભારતમાં નાગરિકત્વ અપાશે. 2014માં 31 ડિસેમ્બર સુધી ભારત આવેલા શીખ, હિન્દુ, બૌદ્વ, જૈન અને પારસી સમુદાયના લોકોને હવે ભારતમાં ગેરકાયદે પ્રવાસી તરીકે જોવામાં આવશે નહી. જોકે આ સુવિધામાં મુિસ્લમ સમુદાયની બાદબાકી કરવામાં આવી છે અને તેની સામે દેશમાં તેમજ વિદેશમાં પણ હોબાળો મચી ગયો છે.

લોકસભામાં ગઇ મોડીરાત સુધી ચર્ચા થયા બાદ રાત્રે બાર વાગ્યે આ બીલ પસાર કરવામાં આવ્યું હતું અને તેના પક્ષમાં કુલ 311 મળ્યા હતા અને તેની વિરુદ્વમાં 80 મત પડયા હતા.

ગઈકાલે આ ખરડા પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે એમ કહ્યું હતું કે આ ખરડો મુિસ્લમવિરોધી બિલકુલ નથી અને મૂળ કાેંગ્રેસે જ ધામિર્ક મુદ્દા પર દેશનું વિભાજન કર્યું છે. આ બિલ આવું કોઈ વિભાજન કરતું નથી.

દેશમાં પણ અનેક વૈજ્ઞાનિકો અને સ્કોલર્સ તથા અનેક રાજકીય પક્ષો દ્વારા આ ખરડા સામે ભારે ઉગ્ર વિરોધ દશાર્વવામાં આવ્યો છે અને હવે અમેરિકાએ પણ કોલસાની દલાલીમાં હાથ કાળા કરવાની પોતાની જૂની રીત રસમ મુજબ આ મુદ્દામાં ઝંપલાવી દીધું છે અને અમિત શાહ સામે અમેરિકી નિયંત્રણો લાદવા ની ચીમકી આપી છે. હવે ભારત સરકાર તરફ સૌની નજર મંડાયેલી રહેશે.

અમેરિકાની આ ચીમકીનો જવાબ ભારત કઈ રીતે આપે છે અને શું જવાબ આપે છે તે જોવું હવે રસપ્રદ રહેશે. આમ તો અમેરિકા ભારતની અનેક આંતરિક બાબતોમાં દખલગીરી કરતું રહ્યું છે. કાશ્મીરના મુદ્દા પર પણ તેમની દખલગીરી ચાલુ જ રહી છે અને હવે દેશમાં સંસદની અંદર જે કાર્યવાહી થઈ રહી છે તેમાં પણ અમેરિકાએ વાંઘાવચકા કાઢવાની શરૂઆત કરી દીધી છે.