રે કરૂણતા: રસ્તો ક્રોસ કરતા ઘેટાં-બકરા પર ચિત્રોડ પાસે ટ્રક ફરી વળી, 23 ઘેટાં-બકરાના મોત

સામખયારી આડેસર હાઈવે પર ચિત્રોડ પાસે રાજસ્થાન પાસિંગના ટ્રક અડફેટે 23 ઘેટા બકરાના મોત થયા હતા અને 19ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી પશુપાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક સામે ઘેટા બકરાના મોત અને 1,40,000 નુકસાન સહિતની ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખયારી આડેસર હાઇવે ચિત્રોડ નજીક 12 વાગ્યાના અરસામાં  RJ-52GA-2499 નંબરના ટ્રક ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને 42 ઘેટા બકરાઓને અડફેટે લીધા હતા જેમાં 21 ઘેટા અને બે બકરા સહિત 23ના મોત થયા હતા અને 19 ઘેટનાઓને ઈજાઓ પહોંચી હતી એક લાખ ચાલીસ હજારનું મુકશન થયું હતું આ અંગે પશુપાલક વજુભાઈ હીરાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે

પશુપાલક પોતાના ઘેટા બકરા પાણી પીવા માટે લઈ જતા હતા અને રોડ ક્રોસ કરાવો જરૂરી હોય ઘેટા બકરા રોડ ઉપર પહોંચતા ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી અને બેદરકારીથી ચલાવીને ઘેટા બકરા અને અડફેટે લીધા હતા જેમાં 23 ઘેટા બકરાના મોત થયા હતા અને 19ને પહોંચી હતી મામલામાં પોલીસે તપાસ હાથ ધરી છે.