કર્ણાટકમાં વિધાનસભાની 15 સીટો પર પેટાચૂંટણી માટે આજે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સપાટો બોલાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ બમ્પર જીત હાંસલ કરી છે. જનાદેશ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ભાજપે 12 સીટો પર ભવ્ય જીત મેળવી છે. બે સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે જ્યારે એક સીટ પર અપક્ષનો વિજય થયો છે. અહીં ભારતીય જનતા પાર્ટી માટે પેટાચૂંટણીમાં જીત ખૂબ ઉપયોગી હતી. કારણ કે સરકારના ભાવિ પરિણામ પર આધારિત છે. ભારતીય જનતા પાર્ટીએ 12 સીટ પર અને કોંગ્રેસે બે સીટ પર જીત મેળવી છે.
પેટાચૂંટણી માટે હાલમાં મતદાન થયા પછી રાજકીય પક્ષો જીતના દાવા કરી રહ્યા હતાં. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદુયુરપ્પા માટે આ ચૂંટણી ખૂબ મહત્ત્વપૂર્ણ હતી. હવે યેદુરપ્પા સરકારને કોઈ આંચ આવી શકે એમ નથી. ગૃહમાં ભાજપ સરકારની સ્પષ્ટ બહુમતિ થઈ ગઈ છે. મંગળવારના દિવસે સાંજે છ વાગે પ્રચારનો અંત આવ્યા પછી હવે રાજકીય પક્ષોમાં ઉત્તેજના જોવા મળી રહી હતી.
મતદાન પછી પક્ષો દ્વારા ગણતરી કરવામાં આવી રહી હતી. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો જીતના દાવા મતદાન પહેલા જ કરી રહ્યા હતા. ગુરુવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું હતું. કર્ણાટકમાં સરકાર હાલમાં ખૂબ કટોકટ ચાલી રહી છે. આવી સ્થિતિમાં 15 પૈકી 6 કરતા વધારે સીટો જીતવી ભાજપ માટે જરૂરી હતું.