ઉન્નાવ પીડિતાની બહેનનું સરકારને અલ્ટીમેટમ, “એક્શન લો, નહિંતર CM ઓફીસ સામે ઓઢી લઈશ અગનપિછોડી”

ઉન્નાવ રેપ પીડિતાનું રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે. તેના મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા નહીં પણ દફનાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન પીડિતાની બહેને મુખ્યમંત્રી નિવાસસ્થાનની સામે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મુખ્ય પ્રધાનની મુલાકાત માટે અડગ જણાતા પરિવારજનોએ પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવ્યા બાદ પીડિતાનાં અંતિમ સંસ્કાર કર્યા હતા. દરમિયાન ઉન્નાવ રેપ પીડિતાની બહેને આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. પીડિતાની બહેને જણાવ્યું હતું કે જો એક અઠવાડિયામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રી નિવાસસ્થાન સામે આત્મવિલોપન કરશે.

યુપી સરકાર દ્વારા પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પીડિતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે અને પરિવારને આવાસ યોજના હેઠળ મકાન આપવામાં આવશે. આ ઉપરાંત યુવતીની બહેનને મહિલા પોલીસની સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. તેમજ ઘરે પણ સુરક્ષા આપવામાં આવશે.

શું છે મામલો?

ગુરુવારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને જીવિત રીતે બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં પીડિતા 95 ટકા થઈ ગઈ હતી. આ પછી, પીડિતાને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લખનૌમાં જ્યારે પીડિતાની હાલત સુધરી ન હતી, ત્યારે તેને એરલિફ્ટ દ્વારા દિલ્હી લાવવામાં આવી હતી અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જોકે, ઉન્નાવની પુત્રી બચાવી શકાઈ નહતી. જીવન માટે લડતી ઉન્નાવ ગેંગરેપ પીડિતાએ શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીઘા હતા. દિલ્હીમાં પીડિતાના મોત બાદ ઉન્નાવથી લખનૌ અને દિલ્હીમાં ભારે હંગામો થયો હતો.