રઘુરામ રાજને કહ્યું”હિન્દુ રાષ્ટ્રથી થંભી જશે ઈકોનોમી, બધી સત્તા PMO પાસે છે, જે યોગ્ય નથી”

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે હિન્દુ રાષ્ટ્રવાદના નામે માત્ર સામાજિક તણાવ જ નહીં વધશે પણ ભારતનો આર્થિક વિકાસ પણ અવળે પાટે ચઢી જશે. પોતાના લેખમાં રાજને મોદી સરકારના સામાજિક અને રાજનૈતિક એજન્ડા અંગે લખ્યું છે કે સરકારે રાષ્ટ્રીય અને ધાર્મિક મહાપુરુષોની મોટી મોટી મૂર્તિઓ લગાવવાના બદલે મોર્ડ સ્કૂલ અને યુનિવર્સિટી ખોલવી જોઈએ. આના થકી બાળકોના મગજ ખૂલશે અને તેઓ વધુને વધુ સહિષ્ણુ અને અન્યો પ્રતિ દયાવાન બનશે.

રઘુરામ રાજને ઈન્ડીયા ટૂડેમાં લખેલા આર્ટીકલમાં લખ્યું છે કે જે સત્તામાં હોય છે તેમના એક આદત જોવા મળે છે અને તે એ છે કે તેઓ વધુમાં વધુ વસ્તુઓને પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે. હાલની સરકાર પણ આમાંથી અપવાદ નથી. ભારતીય અર્થ વ્યવસ્થા હાલ મંદીનો સામનો કરી રહી છે. આ સમયનાં તમામ સત્તા પ્રધાનમંત્રી કાર્યાલયને આધિન છે અને તમામ મંત્રીઓ અધિકારહિન છે.

‘ઈન્ડિયા ટુડે’ મેગેઝિનમાં પ્રકાશિત લેખમાં રાજને ભારતની સુસ્ત અર્થવ્યવસ્થાને સુસ્તીમાંથી બહાર લાવવાના સૂચનો આપ્યા છે. તેમણે સુસ્ત અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે મૂડી ક્ષેત્ર, જમીન અને રોજગારીમાં સુધારા કરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે રોકાણ વૃદ્ધિ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે ભારતે સ્પર્ધા વધારવા અને ઘરેલું કાર્યક્ષમતા સુધારવા માટે ફ્રી ટ્રેડ એગ્રી મેન્ટમાં જોડાઈ જવું જોઈએ.

રાજને લખ્યું છે કે, ‘ભૂલ ક્યાં થઈ છે તે સમજવા માટે, આપણે પહેલા હાલની સરકારના કેન્દ્રિય સ્વરૂપથી શરૂઆત કરવાની જરૂર છે. માત્ર નિર્ણય પ્રક્રિયા જ નહીં, પરંતુ આ સરકારમાં જે પણ નવા વિચારો અને યોજનાઓ સામે આવી રહી છે તે વડા પ્રધાનની આસાપાસ રહેતા અને વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) સાથે સંકળાયેલા લોકો સુધી મર્યાદિત છે.

રાજને લખ્યું છે કે, ‘આ સ્થિતિ પાર્ટીના રાજકીય એજન્ડા અને સામાજિક એજન્ડા પ્રમાણે સારી રીતે કામ કરી શકે છે. કારણ કે આ તબક્કે બધું સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવ્યું છે અને આ ક્ષેત્રોમાં આ લોકોની કુશળતા પણ છે. પરંતુ આર્થિક સુધારાના કિસ્સામાં, તેઓ સારું કામ કરી શકતા નથી. કારણ કે આ મામલે પહેલાથી જ કોઈ સ્પષ્ટ એજન્ડા તેમની પાસે નિર્ધારિત નથી, આ સાથે, રાજ્ય સ્તરની તુલનામાં રાષ્ટ્રીય સ્તરે અર્થતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની માહિતીનો અભાવ પણ છે.