કેએલ રાહુલ હવે બેટીંગ સુધારવા કરશે આવું…

પ્રારંભિક બૅટ્સમેન કે. એલ. રાહુલે શનિવારે જણાવ્યું હતું કે હું ટી-૨૦ મૅચના વિશ્ર્વકપની ચિંતા કર્યા વિના વધુ સારી બૅટિંગ કરવા સતત પ્રયાસ કરતો રહીશ.

આગામી ટી-20મૅચનો વિશ્વકપ ઑસ્ટ્રેલિયામાં રમાવાનો છે. ભારતીય ટીમના ખેલાડીઓની પસંદગી વેસ્ટ ઇન્ડિઝ સામેની હાલની શ્રેણીના આધારે નક્કી થશે. કે. એલ. રાહુલને ઇજાગ્રસ્ત શિખર ધવનને સ્થાને પ્રારંભિક બૅટ્સમેન તરીકે રમવા મોકલાયો હતો. તેણે 40 બૉલમાં 62 રન કરીને વિજયનો પાયો નાખ્યો હતો. ભારતે પ્રથમ ટી-20 મૅચમાં વેસ્ટ ઇન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું.

કર્ણાટકના 27 વર્ષીય બૅટ્સમેને જણાવ્યું હતું કે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે બન્ને ટીમે 200થી વધુ રન કર્યા હોવા છતાં તેની વિકેટ બૅટિંગ કરવા મુશ્કેલ હતી.

રાહુલે સુકાની વિરાટ કોહલી સાથે બીજી વિકેટની ભાગીદારીમાં સદી કરી હતી. આ મૅચમાં ત્રીજા અમ્પાયરે ત્રણ વખત દરમિયાનગીરી કરવી પડી હતી અને બધા નિર્ણય ભારતની તરફેણમાં રહ્યા હતા.

રાહુલે જણાવ્યું હતું કે પ્રથમ મૅચમાં ઝાંખા પ્રકાશમાં ફિલ્ડર્સ માટે બૉલ પકડવો મુશ્કેલ બની ગયો હતો. અમારી ટીમ અમારા નિયંત્રણમાં જે બાબત ન હોય એ અંગે ફરિયાદ નથી કરતી.