ઈડીના સાણસામાં આવી અમદાવાદની બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ, 34 કરોડની સંપત્તિ સીઝ

ગુજરાતની વધુ એક મની લોન્ડરિંગના આરોપમાં ફસાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુજરાતની કંપની બાયોટોર ઇન્ડસ્ટ્રીઝની રૂ.૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ આ શનિવારે આ માહિતી આપી હતી. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું કે, બાયોટોર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ એમ.કાપડિયા તથા અન્યોની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું કે, આરોપિયો દ્વારા ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન બોગસ/નકલી બિલો અને રિસિપ્ટ મારફતે ૨૫૦ કરોડ રૂપિયાનની હેરા-ફેરી કરાઇ હોવાની માહિતી મળી છે. ઇડીએ કહ્યું કે, કેજીએન ગ્રૂપ ઓફ કંપનીઝના માલિક આરિફ ઇસ્માઇલભાઇ મેમણે રાજેશ કાપડિયા તેમજ અન્યોની સાથે સાઠગાંઠ કરીને મની લોન્ડરિંગ દ્વારા નાણાંની લેવડ-દેવડમાં મોટી ભૂમિકા ભજવી હતી. વધુમાં જણાવ્યું કે, મેમણએ કથિત ગેરરીતિ આચરીને ૬૨ કરોડ રૂપિયા કેજીએન ગ્રૂપ ઓફ કંપનીઝના એકાઉન્ટમાં જમા કર્યા હતા.

ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇઓ હેઠળ કેજીએન એન્ટરપ્રાઇસિસ લિમિટેડ અને સૈલાની એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ગુજરાતના ખેડા જીલ્લાની હરિયાલા ગામમાં આવેલી જમીન, પ્લાન્ટ અને મશીનરી તથા અમદાવાદના પાલડી વિસ્તારમાં મેમણની રેસિડેન્શિયલ પ્રોપર્ટીને ટાંચમાં લીધી છે. ટાંચમાં લેવાયેલા સંપત્તિઓનું કુલ મૂલ્ય રૂ. ૩૪.૪૭ કરોડ છે. ઇડીએ આ કેસમાં અગાઉ ૧૪૯ કરોડ રૂપિયાન સંપત્તિ ટાંચમાં લીધી હતી