કેવી રીતે મરી શકાય છે? અહીં શા માટે કરાય છે મૃત્યુની પ્રેક્ટીસ?

જ્યારે વ્યક્તિ મૃત્યુની નજીક આવે ત્યારે જ જીવનના મહત્વને સમજી શકે છે. આ વાતને લોકો સારી રીતે સમજે તે માટે દક્ષિણ કોરિયામાં લોકોને તેમના અંતિમ સંસ્કારનો અનુભવ કરવામાં આવે છે. આ અનુભવ ફ્રીમાં કરાવવામાં આવે છે. 2012થી અત્યાર સુધીમાં 25000થી વધુ લોકોએ દક્ષિણ કોરિયાના આ સેન્ટર મૃત્યુનો અનુભવ કર્યો છે. આ અનુભવ બાદ લોકોનું જીવન સુધાર્યું હોવાના દાખલા પણ બન્યા છે.

આ હીલિંગ સેન્ટરમાં લોકોને તેમના અંતિમ સંસ્કારનો અનુભવ કરાવવામાં આવે છે. તેમનું માનવું છે કે આ અનુભવથી લોકો પોતાના મૃત્યુ અંગે સભાન બન્યા પછી જીવન પ્રત્યે લોકોનો અભિગમ બદલી દે છે. આ કાર્યક્રમમાં કિશોરથી લઈને વયોવૃદ્ધ લોકો જોડાય છે. કાર્યક્રમમાં લોકોને શબપેટીની અંદર 10 મિનિટનો સમય પસાર કરવો પડે છે.