સટ્ટા બજારને ફિલ્મેરીયા: સલમાનની દબંગ-3 પર ખેલાયો કરોડોનો સટ્ટો, રાનીની ફિલ્મ પણ સટોડીયાઓની ફેવરીટ

કમાણીના પ્રમાણે હિંદી સિનેમા માટે આ વરસ ઘણું સારુ રહ્યું છે. આ જોઇને ડિસેમ્બર મહિનામાં રીલિઝ થનારી છ ફિલ્મો પર અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો સટ્ટો લાગી ચુક્યો છે. વરસના છેલ્લા મહિનામાં 6 બિગ બજેટ ફિલ્મો રીલિઝ થઇ રહી છે. દરેક ફિલ્મ પર મુંબઇના સટોડિયાઓની નજર છે. જેમાં સોથી વધુ સ્પર્ધા સલમાન ખાનની દબંગ-3 અને અક્ષય કુમારની ગુડ ન્યુઝ પર છે. બન્ને ફિલ્મોના ભાવ સટ્ટા બજારમાં લગભગ એકસમાન જ ખુલ્યા છે. પરંતુ લોકો વધુ પૈસા દબંગ-3 પર લગાવી રહ્યા છે.

સટ્ટા બજારમાં હાલ સૌથી નબળી ફિલ્મ અર્જુન કપૂરની પાણીપત ચાલી રહી છે. આ ઉપરાંત કાર્તિક આર્યની ફિલ્મ પતિ પત્ની ઔર વો રીલિઝ થઇ રહી છે. જો કે આ ફિલ્મમાં સટોડિયાઓને ખાસ રસ નથી. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં રીલિઝ થઇ રહેલી મર્દાની-2 પણ સટ્ટા બજારની ફેવરિટ ફિલ્મ છે. અત્યાર સુધીમાં તેના પર પણ લગભગ 100 કરોડનો સટ્ટો રમાઈ ચુક્યો છે.

આ ફિલ્મનની કમાણી સો કરોડનો વ્યવસાય કરશે કે નહીં એના પર સટ્ટો લાગ્યો છે. જો આમ ન થાય તો સો રૂપિયાના સટ્ટા પર 90 રૂપિયા અને જો કમાણી થાય તો સો રૂપિયાના સટ્ટા પર 110 રૂપિયા મળશે. સાલ 2019ની સૌથી વધુ પ્રતીક્ષિત ફિલ્મ દબંગ ૩ સૌથી વધુ ચર્ચામાં છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રીલિઝ થઇ રહી છે અને તેનો ભાવ 20 પૈસા ખુલ્યો છે. આ ફિલ્મ રૂપિયા 300 કરોડનો વ્યવસાય કેટલા દિવસમાં પુરો કરશે એના પર સટ્ટો લાગ્યો છે.