અમદાવાદઃ વાડજમાં રહેતી બે બહેનો પર તાંત્રીક વિધિના નામે યુવકે આચર્યુ દુષ્કર્મ

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘાટલોડિયામાં રહેતા દોલતરામ નામના યુવકે મહિલાને ઘરમાં સારું નથી વિધિ કરાવવી પડશે કહી અને ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટો વીડિયો ઈન્ટરનેટ પર નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

વાડજ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલા સુભાષબ્રિજ પાસે આવેલા એક ફ્લેટમાં કામ કરવા જતી હતી. તેમના મિત્ર અને ઘાટલોડિયામાં રહેતા દોલતરામ સુથાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. દોલતરામ અવારનવાર મહિલાને મળતો હતો. પોતે તાંત્રિક હોવાનું કહી તમારા ઘરમાં ઘણી બધી આત્માઓ રહે છે. જો વિધિ નહિ કરાવો તો સત્યાનાશ થઈ જશે. ઘરમાં વિધિ કરાવવી પડશે જો નહિ કરાવો તો તમારા માતા મરી જશે. જેથી ડરી જઈ એક વાર ઘરમાં વિધિ કરાવી પડશે. ત્યારબાદ શાંત જગ્યાએ વિધિ કરવાનું કહી અને રિવરફ્રન્ટ લઈ ગયો હતો. ત્યાં વસ્તુ પકડાતી નથી કહી અને બાઈક પર કાલુપુર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તાંત્રિક વિધિના નાટક કરી અને મેલી વસ્તુ પકડાતી નથી જેથી શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહી જબરદસ્‌તી મહિલા સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર ઘરે આવી અને તારી વિડીયો કલીપ ઈન્ટરનેટ પર મૂકી દઈશ કહી અને સાબરમતી, વિસત હાઈવે પર આવેલા ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાના પિતા મરી ગયા બાદ અબેલ ૭ લાખ રૂપિયાની માહિતી પણ દોલતરામને મળતા પૈસાની માંગ કરી હતી જેથી મજબૂરીમાં મહિલાએ ૫ લાખ આપી દીધા હતા. બાદમાં મહિલાના મકાનમાં ચંદલ ચોકડી છે કહી મકાન વેચાવી દીધું હતું. મહિલાની બહેનને પણ ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.