સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ કનાજને પ્રદેશની લપડાક, દર્શન નાયક કોંગ્રેસમાં, સસ્પેન્શન ખોટું

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ કનાજ(જગદીશ પટેલ) દ્વારા જિલ્લાના કોંગ્રેસના આગેવાન દર્શન નાયકને સમાંતર કોંગ્રેસ ચલાવતા હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવાનો પત્ર જાહેર કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી જગદીશ કનાજને મોટી લપડાક પડી છે. દર્શન નાયક દ્વારા ટોલ પ્લાઝા વિરુદ્વ શરૂ કરવામાં આવેલી લોક લડતને કોંગ્રેસ વિરુદ્વનું ગણાવી કરવામાં આવેલી કાર્યવાહીનું પ્રદેશ કોંગ્રેસે 24 ક્લાકમાં જ ફિંડલું વાળી દેતા જગદીશ કનાજની બૂરી વલે થવા પામી છે.

ગુજરાત પ્રદેસ કોંગ્રેસના ઉપપ્રમુખ યુનુસ પટેલની સહી સાથેના પત્રમાં જણાવ્યું છે કે સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકને કોંગ્રેસના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો પત્ર મળ્યો છે અને મીડિયામાં પણ પત્ર પ્રસિદ્વ કરવામાં આવ્યો છે. આ ગેરબંધારણીય છે અને જિલ્લા કોંગ્રેસમાં કોંગ્રેસના સભ્યપદે દર્શન નાયક ચાલુ છે.

પત્રમાં લખાયું છે કે સુરત જિલ્લા કોંગ્રેસના નિર્ણયથી જે દુખ થયું હશે તે અંગે દિલગીરી વ્યકત કરવામાં આવે છે. આ સાથે જ પત્રમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો જારી રાખી લોકોના પ્રશ્નોને વાચા અને વિકાસ માટે લડત ચાલુ રાખવાનો આશાવાદ પ્રગટ કરવામાં આવ્યો છે.