બદલાની ભાવનાથી કરાયેલું ન્યાય એ ઈન્સાફ નથી: ચીફ જસ્ટીસ બોબડે

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની ટીકા કરી હતી.

જોધપુરમાં એક કાર્યક્રમમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે, ન્યાય ક્યારેય ઉતાવળપૂર્વક કરવામાં આવી શકતો નથી. જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું મૂળ ચરિત્ર જ ગુમાવી બેસે છે.

જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતના ઉદ્ઘાટન સમારોહમાં જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું હતું કે, હું નથી માનતો કે ન્યાય ક્યારેય ઉતાવળમાં ના કરવો જોઈએ, હું માનુ છં કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું મૂળ સ્વરૂપ જ ગુમાવી બેસે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ન્યાયને ક્યારેય બદલાની ભાવનાથી ના લેવો જોઈએ.

રાજસ્થાન હાઈકોર્ટના જોધપુર સ્થિત નવી ઈમારતનું ઉદ્ઘાટન આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીસ શરદ અરવિંદ બોબડે પણ હાજર રહ્યાં હતાં. હાઈકોર્ટનું આ મુખ્ય ભવન ૨૨.૬૧ વીઘામાં બનાવવામાં આવ્યું છે. આ ઈમારતમાં મુખ્ય ન્યાયાધીસના રોમ સહિત ૨૨ ન્યાયાલય ઓરડા છે, જ્યાં જુદા જુદા કેસની સુનાવણી થશે. નિયમિત રૂપે સુનાવણી કરનારી અદાલતો ઉપરાંત બે રૂમ લોક અદાલત માટે પણ બનાવવામાં આવ્યા છે.