હૈદ્રાબાદમાં ડોક્ટર પર રેપ અને હત્યાના આરોપીઓને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કર્યા છે. પોલીસે આજે સવારે ચારેય આરોપીઓને ઘટનાસ્થળે ક્રાઈમ સીન રિક્રીએટ કરવા માટે લઈ ગઈ હતી અને ચારેય આરોપીઓએ પોલીસને ચકમો આપી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે ચારેયને ગોળી મારી દીધી હતી.
એનરાઉન્ટરની વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો હતો.
પોલીસ ઉપરાંત સીઆરપીએેફની ટીમો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે ડોક્ટર રેપ કેસ-હત્યામાં શિવા, નવીન, કેશવુલુ અને મહોમ્મદ આરીફને રીમાન્ડ હેઠળ લીધા હતા. સ્થળ પર ક્રાઈમ સીન રિક્રીએટ કરતી વેળા એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું.
વચ્ચે દેખાતા પોલીસ અધિકારી એનકાઉન્ટરના ખરા હીરો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગીચ ઝાડી-ઝાંખરીમાં પોલીસે ચારેયનું ઢીમ ઢાળી દેતા લોકોએ તેમના પર પુષ્પ વર્ષા કરી હતી.