મોદી સરકારનો મોટો નિર્ણય, દેશભરના પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક બનાવાશે

મહિલા સુરક્ષાને લઈ કેન્દ્રની મોદી સરકારે મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર દેશભરના પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક બનાવવામાં આવશે. આ પોલીસ સ્ટેશનોને નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે.

હૈદરાબાદમાં વેટરનરી ફીમેલ ડોક્ટરની બળાત્કાર અને હત્યા અને ઉન્નાવમાં બળાત્કાર પીડિતાને જીવતા સળગાવી દેવાના પ્રયાસ બાદ દેશમાં મહિલાઓની સલામતી અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પછી સરકાર દ્વારા ગુનેગારો સામે કડક પગલા ભરવાની માંગ કરવામાં આવી રહી છે. સંસદમાં પણ આ અંગે કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી.