ઉકાઇ ડેમમાંથી આદિવાસી વિસ્તારને પાણી આપવાની યોજનાનું સૂરસૂરીયું, આ યોજનાથી મળી શકે છે બારેમાસ પાણી

નર્મદા ડેમમાંથી કરોડો કેનાલ બનાવી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ સુધી પાણી પહોંચ્યું,અને ઉકાઇ ડેમમાંથી સાગબારા,ડેડીયાપાડા અને સોનગઢ તાલુકાના ગામે-ગામ કરોડો રૂપિયાના ખચૅ પાણી પહોંચાડવા યોજાનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જે પ્રશંસનીય બાબત છે. પરંતુ ઉકાઇ-નર્મદા ડેમમાંથી આજદિન સુધી નેત્રંગ તાલુકાને પાણીનું એકટીપું મળ્યું નથી,તે એક કડવી વાસ્તવિકતા છે. નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ધરતીપુત્રો-ખેડુતોની ત્રણ પેઢી જમીનમાં ખપી ગઇ,પરંતુ આજદિન સુધી પાણીના પ્રશ્ન બાબતે પરિણામલક્ષી સમાધાન આવ્યું નથી.

સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી ઉકાઇ ડેમના પાણીનો ઘેરાવો છે. ડુંગરાળ અને પડતર જમીનો છે. તાપી ડેમનો પાણીના ધેરાવાથી નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા પાસેથી પસાર થતી મોહન નદીનું અંતર 17 કિમી છે,અને ત્યાંથી માત્ર ત્રણ કિમના અંતરે ટોકરી નદી પસાર થાય છે, જે ટોકરી નદી ઉપર બદલવા-પીંગોટ ડેમ આવેલું છે.

તાપી નદીના ઘેરાવાથી 17 કિમી કેનાલ-પાઇપલાઇનથી નેત્રંગના મોટાજાબુંડા પાસેની મોહન નદીમાં પાણી નંખાયા બાદ ટોકરી નદીમાં જતાં બલદવા-પીંગોટ ડેમમાં પાણી રહેશે,અને નેત્રંગ-વાલીયા તાલુકાની 3800 હેક્ટરથી વધુ જમીનને બારેમાસ સિંચાઈનું પાણી મળવાની શક્યતાઓ છે.આ અંગે બાબતે થોડાક વર્ષ પહેલા સિંચાઈ વિભાગના જવાબદાર લોકો ધ્વારા બે-ત્રણ વાર સરવેની કામગીરી પણ હાથ ધરાઇ હતી,પરંતુ આ યોજનાનું સૂરસૂરીયું થઇ ગયું છે,તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ બાબતે સંવેદનશીલ સરકારના નેતાઓ પ્રયત્નો કરે અને યોજાની કામગીરી પુણૅ થયા બાદ બારેમાસ પુરતું પાઉ મળતા આદિવાસી વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી શકે તે છે.