ઉન્નાવમાં હૈદ્રાબાદ જેવી હેવાનિયત, રેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી બાળી નાંખવાનો પ્રયાસ

ઉન્નાવમાં ફરી એક વાર માનવતા શર્મશાર થઈ છે. અહીં બળાત્કાર પીડિતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાંચ આરોપીઓએ મહિલાને ગામની બહાર ખેતરોમાં બાળી નાખવાની કોશિશ કરી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

ગંભીર પરિસ્થિતિને જોતા પીડિતાને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરાઈ છે. બળાત્કારની આ ઘટના આ વર્ષે માર્ચમાં બની હતી. બળાત્કાર કરનારા બે આરોપી પણ પીડિતાને જીવતી બાળી નાંખવા અધમ કૃત્યમાં સંડોવાયેલા છે. મહિલાને જીવતી બાળી નાખી હોવાની ખબરને પગલે વિસ્તારમાં હંગામો થયો હતો. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં યુવતીને જિલ્લા હોસ્પિટલમાં મોકલી હતી જ્યાંથી તેને લખનૌ રીફર કરાઈ છે.

જોકે, 90 ટકા દાઝી ગઈ હોવા છકાં પીડિતા વાતચીત કરી રહી છે. પીડિતાએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું છે. પીડિતાએ પોતાના સ્ટેટમેન્ટમાં પાંચ આરોપીઓના નામ ગણાવ્યા છે. કેટલાક આરોપીઓ જેલમાંથી છૂટીને આવ્યા હતા અને તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની કોશીશ કરી હતી.

પીડિતા ઉપર થોડા સમય પહેલા બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાના આરોપીઓ દ્વારા પીડિતાને જીવતી બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ ઉન્નાવ જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના હિંદુનગર ગામનો છે.

આ ઘટના બાદ સમગ્ર ઉન્નાવમાં મોટાપાયા પર હોબાળા મચી ગયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમામ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં કુખ્યાત આરોપી તાજેતરમાં જામીન પર છૂટયા બાદ જેલની બહાર આવ્યો હતો. બંને આરોપીઓએ તેમના ત્રણ સાથીઓ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. યુવતીની ગંભીર હાલત જોતા તેને લખનૌના ટ્રોમા સેન્ટર રિફર કરાઈ છે.

કોંગ્રેસની મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ આ દુખદાયક ઘટના અંગે પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે એક ટવિટમાં લખ્યું છે કે, ગઈકાલે દેશના ગૃહ પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને સ્પષ્ટ જુઠ્ઠું બોલ્યું હતું કે યુપીની કાયદો વ્યવસ્થા સારી છે. રોજ આવી ઘટનાઓ જોતાં મનમાં ગુસ્સો આવે છે. ભાજપના નેતાઓએ પણ બોગસ પ્રચારમાંથી બહાર નીકળવું જોઈએ.