ઉર્વશી રૌતેલા ન્યૂ યરના પર્ફોર્મન્સ માટે લેશે આટલા કરોડ રૂપિયા

થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘પાગલપંતી’ ફિલ્મમાં નજર આવેલી ઉર્વશી રૌતેલાને લઈને સમાચાર સામે આવ્યા છે. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, આ એક્ટ્રેસ ન્યૂ યર પર પર્ફૉર્મન્સ માટે ૩ કરોડ રૂપિયા લેશે. આ રૂપિયા તેને ભારતમાં માત્ર એક કલાકના પર્ફૉર્મન્સ માટે મળશે. જો કે, રિપોર્ટમાં હજુ તે જાણકારી નથી આપી કે તે ક્યાં પર્ફૉમ કરશે. અત્યાર સુધી કોઈ પણ બોલિવૂડ સ્ટારને ઈન્ડિયામાં લાઈવ પર્ફૉર્મન્સ માટે આટલી મોટી રકમ મળી નથી.

મિસ ટીન ઈન્ડિયા અને મિસ દીવા જેવા અવોર્ડ જીતી ચૂકેલી ઉર્વશીએ ૨૫ વર્ષની ઉંમરે સની દેઓલ સાથે ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલિવૂડના ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેત સ્ટોરી ૪ અને પાગલપંતી ફિલ્મમાં નજર આવી ચૂકી છે.