ચોરો હવે તેલને પણ છોડતા નથી: સુરેન્દ્રનગરમાં તેલના 100 ડબ્બાની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા  દેદાદરા ગામ પાસે ટ્રકની તાડપત્ર કાપી 100 નંગ તેલના ડબ્બા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. કડી ગામેથી સીયુ-4315માં ફોરચ્યુન કંપનીના તેલના ડબ્બા સાથેનો ટ્રક નં. જીજે-01-સીયુ-4315માં રાજકોટ તેલના ડબ્બા ઉતારવા જતો હતો.

ટ્રક લખતર પાસેથી પસાર કરી વઢવાણ નજીક દેદાદરા ગામના બોર્ડ પાસે ચાલક બીપીનકુમાર પ્રહલાદભાઇ વાણંદને શંકા જતા ટ્રકને સાઇડમાં ઉભો રાખી તપાસ કરતાં 15 કિલોના 34 તેલના ડબ્બા, 43,945 અને 64 ડબ્બા એમ મળી કુલ 1,23,434ની કિંમતના 107 ડબ્બાની ચોરી થઈ હોવાની ફરીયાદ વઢવાણ પોલીસમાં કરાતાં પીએસઆઇ એમ.આર. જેઠી તપાસ કરે છે.