સુરતના અઠવા રોડ પર આવેલી ચોપાટીના સર્કલ પાસે ટ્રાફીક પોલીસની ચેકીંગમાં દેશી દારૂ ઝડપાયો હતો. ટ્રાફીક પોલીસે કાળા કલરની એક્સેસ મોપેડની તપાસ કરતા ગાડીની ડીકીમાં સંતાડેલો દેશી દારુ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગાડીની ડીકી ખોલતાં જ ડ્રાઈવર નાસી ગયો હતો. નંબર વગરની ગાડી હોવાના કારણે ગુનેગારને શોધવામાં પોલીસને મુશ્કેલીઓ નડી રહી છે. પણ પોલીસ દ્વારા આરટીઓનો સંપર્ક કરી ગાડી અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
સુરતના રસ્તાઓ પર ફરી રહેલી નંબર વગરની ગાડીઓમાં ચેકીંગ હાથ ધરાય તે જરૂરી બન્યું છે. ઉમરા પોલીસની હદમાં દારૂ પકડાતા અહીંના વિસ્તારોમાં પણ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની આશંકાને નકારી શકાતી નથી. મહત્વન પ્રશ્ન એ છે કે આ દારુ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.