ગુજરાલની વાત નરસિંહરાવે નહીં માનતા શીખ રમખાણો થયાઃ મનમોહનસિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે જો વર્ષ 1984માં તે સમયના કેન્દ્રીય ગૃહમંત્રી નરસિંહરાવે આઈ.કે.ગુજરાલનું સૂચન માનીને સેનાને તૈનાત કરી દીધી હોત, તો શીખ રમખાણો અટકાવી શક્યા હોત.

પૂર્વ વડાપ્રધાન આઈ.કે.ગુજરાલને શ્રદ્ધાંજલિ આપતા મનમોહનસિંહે ગુજરાલની પ્રશંસા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવમુખર્જીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આઈ.કે.ગુજરાલને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લેતા વર્ષ-1998માં ભાજપને સત્તામાં આવવાની તક મળી ગઈ હતી.