રજાની મજા: જૂઓ 2020ની રજાઓનું આખ્ખું લિસ્ટ, કરો ફરવાનું પ્લાનીંગ

થોડા દિવસોમાં વર્ષ 2019 બધાને અલવિદા કહેશે અને નવું વર્ષ 2020નું સ્વાગત કરીશું. જો તમને 2020 માં રજાઓ વિશે જાણવાની ઉત્સુકતા છે અથવા તે જાણવાની ઇચ્છા છે કે કયો તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે, તો અહીં તમને બધા તહેવારો અને રજાઓની તારીખો જણાવી રહ્યાં છે. આની મદદથી તમે તમારી રજાઓનું પ્લાનીંગ કરી શકો છો.

જાન્યુઆરી

જાન્યુઆરીમાં મોટાભાગની રજાઓ બુધવારે છે. આ વખતે નવા વર્ષનો પહેલો દિવસ બુધવારે આવી રહ્યો છે. જાન્યુઆરીની રજાઓની વાત કરીએ તો, મકરસંક્રાંતિ અને પોંગલનો તહેવાર 15 જાન્યુઆરી (બુધવારે) ઉજવવામાં આવશે. જો કે, આ વખતે 26 જાન્યુઆરી રવિવારે પ્રજાસત્તાક દિવસ છે, જેના કારણે કોઈ વધારાની રજા આપવામાં આવશે નહીં. 29 જાન્યુઆરી (બુધવારે) વસંતી પંચમીની પણ ઉજવણી કરવામાં આવશે.

ફેબ્રુઆરી

9મી ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસની જયંતી છે. 18મી ફેબ્રુઆરીએ મહર્ષી દયાનંદ સરસ્વતી જયંતિ છે, જે મંગળવારે આવી રહી છે. શિવાજી જયંતિ 19 ફેબ્રુઆરી (બુધવારે) છે. જ્યારે 21 ફેબ્રુઆરી (શુક્રવાર) ના રોજ શિવભક્તો મહાશિવરાત્રીની પૂજા કરશે.

માર્ચ

માર્ચ મહિનામાં માત્ર બે રજાઓ છે. હોળી આ વખતે 10 માર્ચ (મંગળવાર) ના રોજ છે. જ્યારે ગુડી પડવાનો પર્વ 25 માર્ચ (બુધવારે) છે.

એપ્રિલ

રામ નવમીનો તહેવાર 2 એપ્રિલ (ગુરુવારે) છે. જ્યારે મહાવીર જયંતિ એપ્રિલની છઠ્ઠીએ સોમવારે છે. જો તમે તમારા માટે રજાની યોજના બનાવી રહ્યા છો, તો 10 એપ્રિલથી 13 એપ્રિલની તારીખમાં વધારો કરવામાં આવશે. 10 એપ્રિલ ગુડ ફ્રાઈડે છે.  જ્યારે 12 તારીખે એટલે કે રવિવારે ઇસ્ટર છે. વળી, 13 એપ્રિલ (સોમવાર) ના રોજ વૈશાખીનો તહેવાર ઉજવાશે. એટલે કે, તમે ચાર દિવસની રજાની યોજના કરી શકો છો.

મે

પહેલી મે (શુક્રવાર)ના રોજ મજૂર દિવસની સાથે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. 7 મે (ગુરુવાર) ના રોજ બુદ્ધ પૂર્ણિમાની રજા રહેશે. ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર 25 મે (સોમવાર) ના રોજ ઉજવવામાં આવશે. આનો અર્થ એ કે 24 અને 25 મેના રોજ, તમે કોઈપણ રજાની યોજના કરી શકો છો.

જૂન

ભગવાન જગન્નાથની રથયાત્રા 23 જૂને મંગળવારે નીકળશે.

જૂલાઈ

ચાંદ પ્રમાણે બકરી ઈદનો તહેવાર 30-31મીએ આવી શકે છે. અથવા પહેલી ઓગષ્ટે જશે.

ઓગસ્ટ

રજા શોધનારાઓ માટે ઓગસ્ટનો મહિનો સ્પેશિયલ છે. કારણ કે આ મહિનામાં ઘણી રજાઓ આવી રહી છે. મહિનાની શરૂઆત બકરી ઈદના તહેવારથી થાય છે જે શનિવારે છે. મધ્યમાં રવિવારની રજા છે, બીજા દિવસે 3 ઓગસ્ટ (સોમવાર) એ રક્ષાબંધનનો તહેવાર છે. તેથી 1 થી 3 ઓગસ્ટની વચ્ચે રજાનું પ્લાનિંગ કરી શકાય છે. જન્માષ્ટમીનો તહેવાર 12 ઓગસ્ટ (બુધવારે) છે. સ્વતંત્રતા દિવસ શનિવારે છે, તો પછી તમે 15-16 ઓગસ્ટ વચ્ચે વીક એન્ડ પ્લાનીંગ કરી શકો છો. તેવી જ રીતે 22  ઓગસ્ટ (શનિવાર) ના રોજ ગણેશ ચતુર્થી છે. 30 ઓગસ્ટ (રવિવાર) ના રોજ મહોર્રમ છે અને બીજા દિવસે 31 ઓગસ્ટે ઓણમનો તહેવાર છે.

સપ્ટેમ્બર

આ મહિનામાં એક પણ જાહેર રજા નથી

ઓક્ટોબર

ઓક્ટોબરમાં શુક્રવારે ગાંધી જયંતિ છે. જો કે, રવિવાર, 25 ઓક્ટોબર હોવાથી તમને દશેરાની અલગ રજા નહીં મળે. 30 ઓક્ટોબર શુક્રવારે ઈધે મિલાદુન્ન નબી છે.

નવેમ્બર

આ વખતે દીપાવલીનો તહેવાર શનિવારે 14 નવેમ્બર છે અને તમે 14 અને 15 નવેમ્બરના રોજ રજાનું પ્લાનીંગ કરી શકો છો. 29 અને 30 નવેમ્બર માટે રજાનું પણ આયોજન કરી શકાય છે, કારણ કે 30 નવેમ્બર ગુરુ નાનક જન્મજયંતિ છે.

ડિસેમ્બર

વર્ષ 2020માં શુક્રવારે ક્રિસમસ છે.