ક્રિકેટર આર.અશ્વિનને નિત્યાનંદના હિન્દુ રાષ્ટ્ર કૈલાશામાં પડ્યો રસ, લખ્યું કેવી રીતે મળશે વિઝા?

દેશ છોડીને ભાગી ગયેલા અને બળાત્કારના આરોપી નિત્યાનંદના દાવાને લઈને સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અમેરિકા પાસે ટાપુ ખરીદીને હિન્દુ રાષ્ટ્રની રચનાનો દાવો કરનારા સ્વયંભુ બાબા નિત્યાનંદ પર કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણનો કેસ છે, જ્યારે ગુજરાતમાં ઉત્પીડનનાં કેસ નોંધાયેલા છે.

નિત્યાનંદના સ્વયં ઘોષિત હિંદુ રાષ્ટ્રનું નામ કૈલાશા છે અને તેનો ધ્વજ, ચિહ્ન અને બંધારણ પણ બનાવવામાં આવ્યું છે. નિત્યાનંદના મતે, હિન્દુઓ માટે આ સૌથી સલામત સ્થળ હશે. આટલું જ નહીં, આ કથિત દેશ વિશે વિસ્તૃત માહિતી માટે વેબસાઇટ પણ ઉપલબ્ધ છે.

કેટલાક લોકોએ કેલાશામાં વસવાટ કરવાની ઈચ્છા પ્રગટ કરી તો ક્રિકેટર આર.અશ્વિને પણ આને લઈને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્પીનર અશ્વિને ટવિટર પર રમૂજી રીતે લખ્યું કે નવા દેશમાં જવા માટે વિઝાની પ્રક્રિયા શું છે અથવા વિઝા ઓન અરાઈવલ મળશે?

આર.અશ્વિનના ટવિટ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ એલગ અલગ રીતે રિએક્શન આપ્યા. મોટાભાગના લોકોએ નિત્યાનંદના દેશની ભરપૂર મજાક કરી હતી.

એક યૂઝરે લખ્યું કે શું તમે માત્ર આ દેશનો પ્રવાસ કરવા માંગો છો કે પછી નાગરિક બનવા માંગો છો? આ અંગે અશ્વિને સ્માઈલી જવાબ આપ્યો અને કહ્યું કે ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી.

જ્યારએ અન્ય એક યૂઝરે લખ્યું કે નિત્યાનંદ પોતે વિઝા પ્રોસેસ કરશે અને તેમને જ આવેદન કરવાનું રહેશે. તેઓ પોતે જ પેપરવર્ક પણ જોશે અને બધું જ નિત્યાનંદ જ કરશે.

અન્ય એક યૂઝરે લખ્યું કે આવવાનું સરળ છે પણ જવાનું મુશ્કેલ બનશે. અશ્વિને આ થ્રેડ પર લખ્યું કે શું આ દેશમાં રોકાણ કરનારને કોઈ ફાયદો મળશે?

અશ્વિનને રસ્તો  બતાવતા યૂઝરે લખ્યું કે માત્ર નિત્યાનંદને યાદ કરવાથી જ તમે તેમના દેશમા પહોંચી જશો. જ્યારે કથિત દેશમાં સૌ પ્રથમ ક્રિકેટ ટીમ હશે? તો યૂઝરે લખ્યું કે બીસીસીઆઈ સામે આ એક મોટો પડકાર છે અને આના તરફ ધ્યાન આપવાની જરૂર છે.