ફાયર સેફ્ટીના અભાવે સુરતના ઘોડદોડ રોડના ત્રણ મોટા કોમ્પલેક્સ થયા સીલ

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી ફાયર સેફ્ટીના અભાવના કારણે ફાયર વિભાગ દ્વારા નોટીસ આપી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ફાયર વિભાગે ત્રણ મોટા કોમ્પલેક્ષ ઘોડદોડ પર આવેલ જોલી, દિલ્હી ગેટ નજીક આવેલ બેલજીયમ સ્કવેર અને વેસુમાં આવેલ શીવ કાર્તિક ઈક્વલેવને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું છે.

તક્ષશિલાકાંડ અગ્નિકાંડ બાદ છેલ્લાં ૬ મહિનામાં પાલિકા દ્વારા કોમ્પલેક્ષ, હોસ્પિટલ, હોટલ-રેસ્ટોરન્ટ, ટ્યુશન કલાસીસ, સ્કૂલ-કોલેજ, ટેક્સટાઇલ માર્કેટો સહિતની ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવી છે. જેમાં મોડી રાત્રીથી ફાયર વિભાગ દ્વારા ૬ ટ્યુશન ક્લાસ, ૨ પ્લે સ્કૂલ, ૨ ક્લીનિકને સીલ મારી દેવામાં આવ્યું છે. જ્યારે ત્રણ મોટા કોમ્પલેક્ષ ઘોડદોડ પર આવેલ જોલી, દિલ્હી ગેટ નજીક આવેલ બેલજીયમ સ્કવેર અને વેસુમાં આવેલ શીવ કાર્તિક ઈક્વલેવને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા કુલ ૫૮૯ દુકાનોને સીલ માર્યું છે.

તક્ષશિલાકાંડ અગ્નિકાંડ બાદ છેલ્લાં 6 મહિનામાં પાલિકા દ્વારા 8128 ઇમારતોમાં સર્વે કરી 900થી વધુ ઇમારતની 20 હજારથી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા સર્વે કરી ફાયર સેફ્ટીના અભાવના કારણે નોટીસ આપવામાં આવી હતી. જોકે, ફાયર સેફ્ટી ઉભી ન કરવામાં ન આવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.