દુનિયાનાં ક્યા ખૂણામાં નિત્યાનંદે બનાવ્યો પોતનો દેશ? શોધ જારી, ‘કૈલાશા’માં સરકાર પણ છે અને મંત્રાલયો પણ

‘સ્વયંભુ બાબા’ નિત્યાનંદ બળાત્કારના આરોપો બાદ દેશ છોડી ગયો હતો, તે હવે એક દેશનો માલિક બની ગયો છે. નિત્યાનંદ દેશથી ભાગી ગયો છે ત્યારથી તે તેની શોધ કરવામાં આવી રહી છે. પરંતુ હવે ખબર પડી છે કે તેણે એક દેશ બનાવ્યો છે. નિત્યાનંદે આ દેશનું નામ ‘કૈલાશા’ રાખ્યું છે, જોકે હજી સુધી જાણી શક્યું નથી કે આ દેશ વિશ્વના કયા ખૂણામાં છે.

22 નવેમ્બરના રોજ ગુજરાત પોલીસે અમદાવાદમાં નિત્યાનંદના આશ્રમની તલાશી લીધી હતી, પરંતુ ત્યાં ફક્ત થોડી વસ્તુઓ મળી આવી હતી અને કંઇ મળી આવ્યું ન હતું.

નિત્યાનંદ દ્વારા બનાવાયેલા કૈલાશા દેશની એક વેબસાઇટ, Kailaasa.org  પણ છે. વેબસાઇટ પર લખ્યું છે કે કૈલાશા એક એવો દેશ છે, જે હિન્દુઓ માટે કોઈ સીમાઓ વગર બનાવવામાં આવ્યો છે. આ દેશ એવા લોકો માટે છે કે જેમણે તેમના દેશમાં હિન્દુ હોવાનો અધિકાર ગુમાવ્યો છે.

એટલું જ નહીં, વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે કૈલાશા દેશની કલ્પના અમેરિકામાં કરવામાં આવી હતી. તે સનાતન હિન્દુ ધર્મની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. નિત્યાનંદના આ દેશની પોતાની સરકાર છે, જેમાં ઘણાં મંત્રાલયો છે, પછી ભલે તે ગૃહ વિભાગ હોય કે નાણાં વિભાગ.

વેબસાઇટ પર લખ્યું છે કે તેમનું મિશન હિન્દુ ધર્મનું રક્ષણ અને લોકોને માનવતા પ્રત્યે જાગૃત કરવાનું છે. સ્વયંભુ બાબા નિત્યાનંદના વખાણમાં આ વેબસાઇટ પર ઘણું લખાયું છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે નિત્યાનંદ કૈલાશાને ફરીથી જીવંત કરનારા સાધુ છે.

ગુજરાત પોલીસ તરફથી નિત્યાનંદને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો સૂત્રોની વાત માની લેવામાં આવે તો ઇન્ટરપોલનો હજી સંપર્ક થયો કરવામાં આવ્યો નથી. નિત્યાનંદે દેશથી ભાગીને આ હિન્દુ રાષ્ટ્ર બનાવ્યું છે. નિત્યાનંદનો પોતાનો પાસપોર્ટ, ધ્વજ, સરકારી વિભાગ, શાળા, બધું છે.

આ સાથે, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મ અને ઘણી સંબંધિત વસ્તુઓ વેબસાઇટ મૂકવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, કર્ણાટકમાં સ્વયંભુ બાબા નિત્યાનંદ પર બળાત્કાર અને અપહરણનો કેસ છે, જ્યારે ગુજરાતમાં ઉત્પીડનને લગતા કેસ છે.