હિન્દુ, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના શરણાર્થીઓને મળશે નાગરિક્તા, મોદી કેબિનેટે નાગરિક સંશોધન બીલને આપી મંજુરી

સંસદના શિયાળુ સત્ર પહેલાં આજે સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક કરવામાં આવી હતી. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની મંજૂરી મળ્યા પછી હવે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે નાગરિકતા બિલનો ઘણી વિપક્ષી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી તરફથી તેમના દરેક સાંસદોને સંસદમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે, જો બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે તો તેના પર ચર્ચા પછી તુરંત વોટિંગ કરવામાં આવશે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ કાયદાને લાગુ કરવાનું વચન આપ્યું હતું. આમ, રાજકીય રીતે પણ આ બિલ ઘણું માનવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ભારતીય જનતા પાટર્ીની સંસદીય બેઠકમાં સાંસદોને કહ્યું હતું કે, અનુચ્છેદ 370ના બિલ પછી આ બિલ ખૂબ મહત્વનું છે. તેથી દરેક સાંસદોએ સંસદમાં હાજર રહેવું જરૂરી છે.

નાગરિક્તા સંશોધન બીલમાં સમાવિષ્ટ બાબતો

મોદી સરકાર નાગરિકતા બિલ 1955માં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવા બિલ અંતર્ગત નાગરિકતા વિશે ઘણાં નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જો આ બિલ પાસ થઈ જશે તો પડોશી દેશથી ભારતમાં આવી રહેતા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં સરળતા રહશે. જોકે આ નાગરિકતા હિન્દુ, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના શરણાર્થીઓને આપવામાં આવશે.

કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, મોદી સરકાર બિલ દ્વારા ધર્મના આધારે ભાગલા પાડી રહ્યા છે. કેમકે નાગરિકતા બિલ માટે મુસ્લિમ શરણાર્થિયોને પણ આમા સામેલ કરવામાં આવ્યા નથી. તે ઉપરાંત નાગરિકતા આપવાનો આધારે 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરી દેવામાં આવ્યો છે.