ઘણાં ડિરેક્ટર્સે મને શારીરિક સંબંધ બાંધવા માટે અપ્રોચ કર્યો હતો : નરગિસ ફખરી

નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનરી નરગિસ ફાકરીએ ઇન્ટરનેશનલ શૉમાં એક્સ પોર્ન સ્ટાર રહી ચૂકેલી બ્રિટની દે લા મોરાને ઇન્ટરવ્યૂં આપ્યો હતો. નરગિસ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે કૉમ્પ્રોમાઇઝ ન કરવાને કારણે તેણે ફિલ્મો ગુમાવી છે. નરગિસે કહ્યું કે, ઘણાં ડિરેક્ટર્સે તેને શારીરિક સંબંધ બાંધવા માટે અપ્રોચ કર્યો હતો પણ તેણે આવું ક્યારેય કર્યું ન હતું. તેને કારણે ઘણાં મોટાં પ્રોજેક્ટ તેનાં હાથમાંથી જતા રહ્યાં છે.

આ ઇન્ટરવ્યૂમાં બ્રિટનીએ નરગીસને કહ્યું કે, ’મારા જીવનમાં મે ક્યારેય કોઇ સીમાઓ બાંધી ન હતી. હું જાણતી હતી કે મને શું જોઇએ છે અને તે માટે મારે શું રવાનું છે. અને આ જ કારણે હું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પહોંચી ગઇ. પણ એવી કઇ સીમાઓ છે જે તે તારા માટે બાંધી કે તમે તમારા નૈતિક મૂલ્યોથી ભટકો નહીં.’

આ સવાલનાં જવાબ પર નરગિસે કહ્યું કે, ’કદાચ આ મને મારી મા પાસેથી મળી છે. પણ મે તે યોગ્ય રીતે ન નીભાવી. પણ તે સલાહોએ મને પુરૂષો, સેક્સ અને સંબંધોને લઇને ખુબજ ડરાવી દીધી હતી. કદાચ કેટલાંક હદ સુધી મને નૈતિક મૂલ્યો તેનાં તરફથી મળ્યાં છે.’