વડોદરા: પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી પ્રેમિકાની જાહેરમાં પત્નીએ કરી ધોલાઈ, વીડિયો વાયરલ

જાહેરમાં પતિ-પત્નીની લડાઈ, પ્રેમી-પ્રેમિકાની લડાઈ, પરણેત્તર સંબંધોમાં થતા ઝઘડા અને લડાઈના અનેક વીડિયો સામે આવતા હોય છે. પણ વડોદરામાં જે ઘટના બની તે રોમાંચક બની રહી હતી. વડોદરાના મધ્ય વિસ્તારમાં આવેલી મામાની પોળમાં એકાએક કોલાહલ શરૂ થઈ ગયું હતું, જ્યારે અનૈતિક સંબંધો મામલે બોલાચાલી થઈ હતી. અહીં અનૈતિક સંબંધોના વરવા દ્રશ્યો સર્જાયા હતા, તો જોનારાઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. વડોદરામાં પરિણીત પુરુષના પરિવારજનોએ તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી હતી.

વડોદરામાં પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મામાની પોળાના નાકે પરણીત પુરુષના પરિવારજનોએ તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી હતી. પુરુષના પરિવારની મહિલાઓએ રેકી કરીને તેની મહિલાને ઝડપી પાડી હતી. પરિણીત પુરુષની હાજરીમાં જ પત્ની અને અન્ય મહિલાઓએ પ્રેમિકા પર તૂટી પડી હતી, અને તેની ધોલાઈ કરી હતી. તો બીજી તરફ, પુરુષે પ્રેમિકાને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા, તેમ છતાં તેના પરિવારની મહિલાઓએ પ્રેમિકાને માર માર્યો.

આમ, આ સમગ્ર દ્રશ્યો જોઈને લોકોએ તેના વીડિયો બનાવ્યા હતા. આમ, અનૈતિક સંબધોના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.