અમેરિકી સ્પેસ રિસર્ચ એજન્સી-નાસા દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવના ફોટા પ્રકાશિત કરાયા હતા. ચેન્નઇના એન્જિનિયર શનમુગા સુબ્રમણ્યમે આ તસવીરો પર સખત મહેનત કરી હતી અને ક્રેશ થયેલા ચંદ્રયાન -2નાં વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી કાઢ્યો છે. શનમુગાએ આ અંગે નાસાને જાણ કરી અને થોડી વારમાં નાસાએ તેની પુષ્ટિ કરી. નાસાએ શનમુગાની પ્રશંસા કરી છે, આ સહયોગ બદલ તેનો આભાર માન્યો છે.
શનમુગા સુબ્રમણ્યમ ઉર્ફે શાન એક મિકેનિકલ એન્જિનિયર અને કમ્પ્યુટર પ્રોગ્રામર છે. હાલમાં તે ચેન્નાઈમાં લેનોક્સ ઇન્ડિયા ટેકનોલોજી સેન્ટરમાં ટેક્નિકલ આર્કિટેક તરીકે કામ કરી રહ્યો છે. સાતમી સપ્ટેમ્બર 2019ના દિવેસ વિક્રમ લેન્ડરના ચંદ્ર પર હાર્ડ લેન્ડીંગના પાસાઓની તપાસ કરવામાં શનમુગાએ મોટું યોગદાન આપ્યું છે.
શાન મદુરાઇનો છે અને અગાઉ કોન્નિજન્ટ જેવી કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે. શાને વિક્રમ લેન્ડરના નાશ વિશે જાણવા નાસાના લ્યુનર રિકોનાઇન્સ ઓર્બિટર (એલઆરઓ) દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સ પર કામ કર્યું હતું. આ ફોટા 17 સપ્ટેમ્બર, 14, 15 ઓક્ટોબર અને 11 નવેમ્બરના રોજ લેવામાં આવ્યા હતા.
શનમુગાએ તેની શોધ બાદ નાસાને પણ આ વિશે માહિતી આપી હતી. નાસાએ પણ થોડા સમયમાં શનમુગાની શોધની પુષ્ટિ કરી. તેની શોધની પુષ્ટિ કરતાં, નાસાના ડેપ્યુટી પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ (એલઆરઓ મિશન) જ્હોન કેલરે શાનને લખ્યું, ‘વિક્રમ લેન્ડરની અટકી પડેલી શોધ અંગે તમારા ઇમેઇલ બદલ આભાર.
નાસાની એલઆઓસી ટીમે પુષ્ટિ આપી છે કે જે લોકેશન પર લેન્ડીંગ સમયે સ્થિતિ હતી તેમાં ફોટો લીધી બાદ ફેરફાર જોવા મળ્યો છે. આ માહિતીનો ઉપયોગ કરીને, એલઆઓસી ટીમને પ્રાથમિક અસરગ્રસ્ત જગલની સાથે તે જ વિસ્તારમાં વધુ કાટમાળ પણ મળ્યો. નાસા અને એએસયુએ શાનને ક્રેડીટ પણ આપી છે.
શાનને તેની સખત મહેનત બદલ અભિનંદન આપતાં જ્હોન કેલરે આગળ લખ્યું છે કે, ‘તમે ખૂબ મહેનત અને સમય ફાળવીને જે કામ કર્યું છે તેના બદલ અભિનંદન. જવાબ આપવામાં વિલંબના કારણે માફી માંગીએ છીએ, કારણ કે આની જાહેરતા કરવા માટે સંપૂર્ણ સંતોષ માનવો પડ્યો હતો અને એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે બધા સહભાગીઓ તેના પર ટીપ્પણી કરશે. ‘
નાસાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફોટામાં દેખાતા લીલા ટપકાં અવકાશયાનનો કાટમાળ બતાવે છે અને વાદળી બિંદુઓ ઉતરાણ પછી જમીન પર પરિવર્તન દર્શાવે છે. તસવીરમાં ‘એસ’ નામથી દર્શાવતો બિંદુ જોવા મળે છે તે અંગે શાને નાસાને જણાવ્યું હતું. શાન દ્વારા દર્શાવાયેલી ક્રેશ થવાની જગ્યા ક્રેશ સાઇટથી 750 મીટર ઉત્તર પશ્ચિમમાં છે.
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019
વિશ્વને આ શોધ વિશે માહિતી આપતાં નાસાએ ટ્વિટ કર્યું કે, “અમારા નાસાના મૂન મિશનના ચંદ્ર રિકનાઇઝન્સ ઓર્બિટરને ચંદ્રયાન -2 નો વિક્રમ લેન્ડર મળ્યો છે.” આ સાથે નાસાએ ઇમ્પેક્ટ સાઇટની તસવીર પણ બહાર પાડી છે, જેમાં લેન્ડર વિક્રમનું ક્રેશ થવાના સ્થળની ડિટેઈલ માહિતી આપવામાં આવી છે અને સ્થળ દર્શાવાવમાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે સાતમી સપ્ટેમ્બરના રોજ લેન્ડર વિક્રમનો સંપર્ક ઈસરોથી તૂટી ગયો હતો. ઇસરો અને નાસા તેની શોધમાં હતા. કેલિફોર્નિયા, મેડ્રિડ અને કેનબેરામાં સ્થિત ડીપ સ્પેસ નેટવર્ક એન્ટેનાનો ઉપયોગ નાસાએ લેન્ડર વિક્રમને સિગ્નલ મોકલવા માટે કર્યો, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. અંતે, નાસાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવના ચિત્રો કાઢવા માટે એલઆરઓનો ઉપયોગ કર્યો. ઇસરો પણ સતત ચંદ્રયાન -2 ઓર્બિટરનો ઉપયોગ કરી રહ્યો છે, જેથી લેન્ડર વિક્રમ શોધી શકાય.