થોડા દિવસો પહેલા ઇન્ડિયન આઇડોલના જજ અનુ મલિકને આ રિયાલિટી શોમાંથી ખદેડી મૂકવામાં આવ્યા હતા અને હવે હિમેશ રેશમિયાએ તેમની જગ્યા લીધી છે. આ શોમાં અનુ મલિક હોવાને કારણે ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ તેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જોકે, અનુ મલિકે દાવો કર્યો હતો કે તે ત્રણ અઠવાડિયાની રજા પર જઇ રહ્યા છે અને હિમેશ રેશમિયા શોમાં તેમનું સ્થાન લેશે. હવે લાગે છે કે અનુ મલિકનું આ શોમાં પાછા ફરવું મુશ્કેલ છે.
આ સમગ્ર વિવાદ પર ખુદ અનુ મલિકે ખુલ્લો પત્ર લખીને તેમના ઉપર લાગેલા આરોપોને ખોટો ઠેરવ્યા હતા. જોકે બાદમાં તેમને ઈન્ડિયન આઇડલમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. હિમેશે ઈન્ડિયન આઇડોલમાં જજ બન્યા બાદ કહ્યું કે ‘હું આ શો જોઉં છું. શોમાં અધવચ્ચે જોઈન કરવામાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે મને દરેક સ્પર્ધકની પ્રતિભા અને અવાજ વિષે પરિચય છે. હું આ શોમાં હૃદય અને આત્મા સાથે કામ કરીશ અને સ્પર્ધકોને સલાહ સાથે શીખવીશ.
આ ઉપરાંત રેશમીયા કહ્યું કે શોમાં અંત સુધી રહીશ.
અત્રે નોંધનીય છે કે અનુ મલિક પર 2018માં અનેત મહિલાઓએ મી-ટૂ મૂવમેન્ટમાં જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ ઈન્ડીયન આઇડલના જજની ખુરશી છોડી દીધી હતી. આ વર્ષે અનુ મલિક ફરી એક વાર જજ તરીકે પાછા ફર્યા અને ફરી વિવાદ ઉભો થયો. ફિમેલ સિંગર સોના મહાપત્રાએ અનુ મલિક સામે અવાજ ઉઠાવ્યો હતો અને ઓપન લેટર પણ લખ્યો હતો. આ પછી ગાયિકા નેહા ભસીને પણ પોતાની કથની સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. અનુ મલિક દ્વારા કેવી રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું તેની આખી ઘટના પોસ્ટ કરી હતી.