મહેંગાઈ ડાયન ખાયે જાયે: ઝવેરીની દુકાને ઘરેણા ગીરવે મૂકીને ડુંગળી વેચાઈ

ડુંગળીની વધતી કિંમતો અંગે રવિવારે વારાણસીમાં એક વિચિત્ર પ્રદર્શન થયું હતું. એસપી કાર્યકર્તાઓએ જવેલરીની દુકાન પર ડુંગળી વેચવા મુકી હતી. લોકોને જણાવ્યું હતું કે, તેઓ ઘરેણા ગીરવે મૂકીને ડુંગળી ખરીદી શકે છે. તેના માટે લોકોએ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે તેમ જણાવ્યું છે.

દેશના અનેક ભાગોમાં ડુંગળીની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. પ્રદર્શન કરનાર એક એસપીના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, ડુંગળીની કિંમતોમાં થઇ રેહલી વૃદ્ધિની વિરુદ્ધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.એસપી યુવજન સભાના એક નેતાએ જણાવ્યું હતું કે, લોકોની પ્લેટોમાંથી ડુંગળી ગાયબ છે. ડુંગળીની કિંમતોને કારણે લોકોની આંખમાં આંસુ છે. અમે જવેલરીની દુકાન પર માસિક હપ્તા પર ડુંગળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કાળાબજાર અને સંગ્રહખોરોને કારણે ડુંગળની કિંમતો વધી ગઇ છે, જેને સરકાર નિયંત્રિત કરી શકતી નથી.