અયોધ્યા કેસ: જમીઅતે ઉલ્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિવ્યુ પીટીશન

જમીઅતે ઉલેમા-એ-હિંદે અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિશે સમીક્ષા અરજી દાખલ કરી છે. ગયા મહિને સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી આ પહેલી પુનર્વિચાર અરજી છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન હિન્દુ પક્ષને આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં મુખ્ય સ્થળે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.

જમીઅતતના વડા મૌલાના અરશદ મદનીએ દાવો કર્યો છે કે દેશની મોટાભાગની મુસ્લિમ વસ્તી આ ચૂકાદાની વિરુદ્ધમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, “કોર્ટે અમને અધિકાર આપ્યો છે અને સમીક્ષાની અરજી દાખલ કરવી જોઈએ.”

જમીઅત વડાએ વધુમાં કહ્યું કે, “આ કેસમાં મુખ્ય વિવાદ એ હતો કે શું મંદિરને નષ્ટ કરીને મસ્જિદ બનાવવામાં આવી હતી.” કોર્ટે કહ્યું કે આના કોઈ પુરાવા નથી, તેથી જમીન પર મુસ્લિમ પક્ષનો દાવો સાબિત થાય છે. પરંતુ અંતે ચૂકાદઓ એકદમ ઉલ્ટો આવ્યો છે. ચૂકાદો સમજમાં ન આવ્યો તેથી રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી છે.

ગઈકાલે ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આવું જ કહ્યું હતું. બોર્ડનું કહેવું હતું કે  કહેવામાં  90 ટકા મુસ્લિમો પુનર્વિચાર અરજીની તરફેણમાં છે. જોકે, બોર્ડ હજી સુધી આ કેસમાં પક્ષકાર બન્યું નથી.