આઠ દિવસ સુધી બિગ બોસને ફરાહ ખાન હોસ્ટ કરશે

ધીમી શરૂઆત સાથે શરૂ થયેલાં બિગ બોસ-13એ ટીઆરપીની રેસમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. બિગ બોસમાં નવા-નવા ટિ્‌વસ્ટ્‌સ અને ધમાકેદાર ડ્રામાએ શોને હિટ બનાવી દીધો છે. શોની વધતી ટીઆરપી અને દર્શકોમાં શો પ્રત્યેનો ઉત્સાહ જોઈને બિગ બોસના મેકર્સે શોને એક સપ્તહા માચે લંબાવી દીધો છે.

બિગ બોસના ફેન ક્લબ પ્રમાણે, બિગ બોસ એક્સટેન્ડ થવા પર સલમાન ખાન શોને હોસ્ટ કરતો જોવા નહીં મળે કારણ કે, તેણે પોતાની અપકમિંગ ફિલ્મ રાધેને ડેટ્‌સ આપી રાખી છે. આ કારણથી સલમાનની જગ્યાએ ફરાહ ખાન સપ્તાહ માટે શોને હોસ્ટ કરશે.

તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું કે ફરાહ ખાન સલમાન ખાનની જગ્યાએ શોને હોસ્ટ કરશે. આ પહેલાં પણ સીઝન-8ને જ્યારે એક્સટેન્ડ કરવામાં આવી હતી ત્યારે પણ ફરાહે સલમાનની જગ્યાએ શોને હોસ્ટ કર્યો હતો.