ઉદ્વવ ઠાકરેનું બૂલેટ ટ્રેનને લઈ મોટું નિવેદન, કરી દીધી આવી મોટી જાહેરાત

મોદી સરકાર માટે મહત્વકાક્ષી બૂલટે ટ્રેન પ્રોજેક્ટને આદિવાસી અને ખેડુતોના વિરોધનો આકરો સામનો કરવો પડી રહ્યો છે. ખેડુતો અને આદિવાસીઓની જમીનો આ પ્રોજેક્ટમાં જતી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન સહિત રાજ્યમાં ચાલી રહેલા તમામ વિકાસ કાર્યો અને યોજનાઓની સમીક્ષા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને ખેડુતો અને આદિવાસીઓના આકરો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે આ સરકાર આમ આદમીની સરકાર છે. પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અમે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરીશું. આ ઉપરાંત રાજ્ય સરકાર મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ પર શ્વેત પત્ર જારી કરશે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના માથા પર અંદાજે પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ખેડુતોના દેવા કોઈ પણ શરત વિના માફ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ છે. આ પેહેલાં ભાજપની સરકારમાં નક્કી કરાયેલી પ્રાથમિકતાને હટાવી દેવામાં આવી નથી. બદલાની રાજનીતિનો ઉદ્વવ ઠાકરેએ ઈન્કાર કર્યો હતો.

ગયા શનિવારે શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરી મહા વિકાસ અઘાડીની સરકાર બની હતી અને ઠાકરે સરકારે 169 વોટ સાથે વિશ્વાસ મત હાંસલ કર્યો હતો.