રાજકોટ: પડઘરી-ચણોલ જવા માંગતા રેલ મુસાફરો આ ખાસ વાંચે, કઈ ટ્રેન ક્યાં સુધી દોડશે? જાણો

રાજકોટ રેલવે ડિવિઝનમાં પડધરી-ચણોલ સેકશનમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. ટ્રેક મેન્ટેનન્સ કામગીરીના કારણે તા. 15 ડિસેમ્બર સુધી બ્લોક લેવામાં આવ્યો છે. આથી ઓખા-વીરમગામ-ઓખા ટ્રેન દ્વારકા સુધી જ ચાલશે એટલે કે દ્વારકા-ઓખા વચ્ચે રદ રહેશે. તેમજ આ ટ્રેન પડધરી સુધી દોઢેક મિનિટ મોડી ચાલશે.

રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન હાપા, જામનગર, કાનાલુસના બદલે જેતલસર, વાંસજાળીયા રૃટ ઉપરથી ચાલશે.

ઉપરાંત સોમવારની શ્રી માતા વૈષ્ણવદેવી કટરા-જામનગર ટ્રેન પડધરી સુધી 15 મિનિટ, મંગળવારની પોરબંદર-દિલ્હી-સરાઈ રોહિલ્લા પડધરી સુધી ૩પ મિનિટ, શુક્રવારની પોરબંદર-મુઝફફરપુર-મોતીહારી ટ્રેન પડધરી સુધી 36 મિનિટ અને શનિવારની પોરબંદર-દિલ્હી-સરાઈ-રોહિલ્લા પડધરી સુધી 36 મિનિટ મોડી ચાલશે.